Home Bibles 2 કાળવ્રત્તાંત 25:5 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 25:5 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ અમાસ્યાએ રાજ્યના બધા લોકોને- યહૂદાના તેમજ બિન્યામીનના વંશના લોકોને ભેગા કર્યા, અને તેમને કુટુંબવાર હજાર હજારના અને સો સોના નાયકો નીચે ગોઠવી દીધા. 20 વરસના અને તેની ઉપરનાની તેણે ગણતરી કરી તો 3,00,000 ચુનંદા યોદ્ધાઓ થયા. તેઓ બધા ઢાલ અને ભાલાથી યુદ્ધ કરવાને સજ્જ હતા.

Cross references

નિર્ગમન 18:25

પછી તેણે સર્વ ઇસ્રાએલના લોકોમાંથી સારા માંણસો પસંદ કર્યા અને તેમને હજારના, સોના, પચાસના, તથા દશ માંણસોના ઉપરી નિયુક્ત કર્યા.

ગણના 1:3

જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉમરના હોય અને જે બધા લશ્કરમાં જોડાવા લાયક હોય તેમની ગણતરી તેમનાં સમૂહો પ્રમાંણે કરીને યાદી તૈયાર કરો.

1 શમુએલ 8:12

“તેમાંનાં કેટલાક એક હજારની ટૂકડીના સરદાર બનશે અને બીજા પચાસ માંણસોની સેનાની ટૂકડીના સરદાર બનશે. તે તેઓની પાસે તેના ખેતરમાં કામ કરાવશે અને પાક લણાવશે. તે બળજબરીથી તેમની પાસે તેના સૈન્ય માંટે યુદ્ધના શસ્રો અને રથનાં સાધનો તૈયાર કરાવશે.

1 કાળવ્રત્તાંત 13:1

દાઉદે પોતાની સેનાના યોદ્ધાઓ, જે 1,000 માણસોની ટુકડીના અને 100 માણસોની ટુકડીના સેના નાયક હતા તેમની સાથે વાત કરી.

1 કાળવ્રત્તાંત 27:1

રાજ્યની સેવામાં રોકાયેલા સર્વ ઇસ્રાએલીઓ એટલે કે કુટુંબના વડાઓ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકો અને અધિકારીઓની સંખ્યા દરેક જૂથમાં 24,000ની હતી. વરસ દરમ્યાન દર મહિને જુદા જુદા જૂથો ફરજ બજાવતા હતા.

2 કાળવ્રત્તાંત 11:1

રહાબઆમે યરૂશાલેમ આવીને યહૂદા અને બિન્યામીનના કુળસમૂહના કુલ 1,80,000 ચુનંદા યોદ્ધાઓને ભેગા કર્યા.

2 કાળવ્રત્તાંત 14:7

તેણે યહૂદાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ શહેરો નવેસરથી બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ અને તેના બુરજો અને ભૂંગળોવાળા દરવાજા મૂકીએ, આ ભૂમિ હજી આપણી છે, કારણ, આપણે આપણા દેવ યહોવાની સેવાપૂજા કરીએ છીએ અને તેણે આપણા ઉપર દયા કરી, આપણને બધી બાજુએથી શાંતિ અને સલામતી આપી છે.” આથી તેમણે નગરો બાંધવા માંડ્યાં અને એ કામ સફળતાપૂર્વક પાર ઉતાર્યુ.

2 કાળવ્રત્તાંત 14:8

આસા પાસે ઢાલ અને ભાલાથી સજ્જ 3,00,000 યહૂદાવંશીઓ, અને 2,80,000 ઢાલ ધનુષ્યથી સજ્જ બિન્યામીન વંશીઓનું સૈન્ય હતું. એ બધા જ શૂરવીર યોદ્ધાઓ હતા.

2 કાળવ્રત્તાંત 17:14

યરૂશાલેમમાં તેણે શૂરવીર યોદ્ધાઓનું થાણું ઉભું કર્યું હતું અને તેની કુળસમૂહવાર યાદી નીચે પ્રમાણે છે:યહૂદાના સેનાનાયકો- યહૂદાના મુખ્ય સેનાપતિ આદનાહના અને તેના હાથ નીચે 3,00,000 સૈનિકો;

2 કાળવ્રત્તાંત 26:13

તેમના નેતૃત્વ હેઠળ 3,07,500 સૈનિકોનું તાલિમબદ્ધ સૈન્ય હતું અને તે દુશ્મનો સામે રાજાનું રક્ષણ કરતું હતું.

Interlinear

Choose Theme