Home Bibles 2 કાળવ્રત્તાંત 24:10 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 24:10 · ગુજરાતી બાઇબલ

બધા આગેવાનો અને બધા લોકો ઉત્સાહપૂર્વક પૈસા લઇ આવીને એ પેટીમાં નાખવા લાગ્યાં.

Cross references

1 કાળવ્રત્તાંત 29:9

આ લોકોએ યહોવાને માટે ઉદાર મનથી અને હોંશે હોંશે આપ્યું અને એ જોઇને સૌ કોઇને ખૂબ આનંદ થયો અને રાજા દાઉદ પણ પ્રસન્ન થયો

યશાયા 64:5

આનંદથી ભલાં કાર્યો કરનારાઓને તથા દેવના માગેર્ ચાલનારા સૌને તમે આવકારો છો. પરંતુ અમે દેવનો ભય રાખનારા નથી; અમે સતત પાપ કર્યા કરીએ છીએ અને અમારા સમગ્ર જીવન દરમ્યાન પાપી જ રહ્યા છીએ. તેથી અમારા પર તમારો રોષ ભારે છે, અમે કઇ રીતે બચી શકીએ?

પ્રેરિતોનાં ક્રત્યો 2:45

વિશ્વાસીઓએ તેઓની જમીનો તથા તેઓની માલિકીની વસ્તુઓ વેચી અને પછી તે પૈસા તેઓનામાં જ દરેકની જરૂરીયાત પ્રમાણે વહેંચી આપ્યા.

2 કરિંથીઓને 8:2

કઠિન મુશ્કેલીઓથી તે વિશ્વાસીઓનું પરીક્ષણ થયું હતું. અને તેઓ ઘણા જ દરિદ્ર લોકો છે. પરંતુ તેમના ઉન્મત આનંદને કારણે તેઓએ મોટી ઉદારતાથી આપ્યું.

2 કરિંથીઓને 9:7

દરેક વ્યક્તિએ તેના હૃદયમાં નક્કી કર્યુ હોય તેટલું આપવું જોઈએ. જો આપવાથી વ્યક્તિ વ્યથિત થતી હોય તો તેણે ન આપવું જોઈએ. અને વ્યક્તિએ તો પણ ન આપવું જોઈએ જો તેને એમ લાગે કે તેને આપવા માટે ફરજ પાડવામાં આવી છે. જે સહર્ષ આપે છે તે વ્યક્તિને દેવ ચાહે છે.

Interlinear

Choose Theme