Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 29:9 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 29:9 · ગુજરાતી બાઇબલ

આ લોકોએ યહોવાને માટે ઉદાર મનથી અને હોંશે હોંશે આપ્યું અને એ જોઇને સૌ કોઇને ખૂબ આનંદ થયો અને રાજા દાઉદ પણ પ્રસન્ન થયો

Cross references

પુનર્નિયમ 16:10

ત્યાર બાદ તમાંરા દેવ યહોવાના માંનમાં કાપણીનો ઉત્સવ ઊજવવો, અને યહોવાના તમાંરા પરના આશીર્વાદોના કારણે થયેલી ઊપજના પ્રમૅંણમાં તમાંરે ઐચ્છિકાર્પૈંણ લાવવું.

ન્યાયાધીશો 5:9

હું માંરી જાતને શૂરવીર ઈસ્રાએલી સૈનિકોને સોપી દઈશ, યહોવાની સ્તુતિ કરો!

1 રાજઓ 8:61

તમાંરાં હૃદય સંપૂર્ણપણે આપણા યહોવા દેવને સ્વાધીન થવા જોઇએ અને આજે તમે તેના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરો છો તેમ હમેશાં પાલન કરતા રહો.”

2 રાજઓ 12:5

અને જયાં જયાં મંદિરમાં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરાવે.

1 કાળવ્રત્તાંત 29:17

હું જાણું છું, મારા દેવ કે તમે અંતરને તપાસો છો, અને ખરા મનની સચ્ચાઇ તમને ગમે છે, અને આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યુ છે. અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકો તમને સ્વેચ્છાએ ભેટ-સોગાદો અપેર્ છે તે જોઇને મને આનંદ થાય છે.

2 કાળવ્રત્તાંત 24:10

બધા આગેવાનો અને બધા લોકો ઉત્સાહપૂર્વક પૈસા લઇ આવીને એ પેટીમાં નાખવા લાગ્યાં.

2 કાળવ્રત્તાંત 31:8

હિઝિક્યાએ અને તેના અમલદારોએ આવીને એ ઢગલા જોઇ, યહોવાને અને તેના લોકો ઇસ્રાએલીઓને ધન્યવાદ આપ્યા.

એઝરા 1:6

તેમના આજુબાજુના પાડોશીઓએ તેમને આ બધાં અર્પણ ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, સામાન, ઢોરઢાંખર તથા કિંમતી ભેટ આપી.

ગીતશાસ્ત્ર 110:3

તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવવા ઇચ્છશે. સવારે તેં તારા પવિત્ર વસ્રો ધારણ કરેલા છે. તારી યુવાવસ્થાનું જોર તને દોરવે છે.

નીતિવચનો 23:15

બેટા, જો તું ડાહ્યો થઇશ તો મારું હૃદય હરખાશે.

લૂક 15:6

તે તેના મિત્રો અને પાડોશીઓ પાસે જાય છે અને તેઓને કહે છે; ‘મારી સાથે આનંદ કરો, કારણ કે મને મારું ખોવાયેલું ઘેટું જડ્યું છે.’

યોહાન 15:11

મેં તમને આ વચનો કહ્યાં છે જેથી મને જે આનંદ મળે છે તે જ આનંદ તમને મળે. હું ઈચ્છું છું કે તમારો આનંદ સંપૂર્ણ થાય.

Interlinear

Choose Theme