તેથી યહૂદાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલાં જોયા. એક પણ જીવતો નહોતો.
Cross references
સમુદ્રના પાણીએ પાછાં વળીને, રથોને, ઘોડેસવારોને અને ઇસ્રાએલીઓનો પીછો પકડી સમુદ્રમાં ઘસી ગયેલા ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી એક પણ બચી શકયો નહિ.
આ રીતે તે દિવસે યહોવાએ ઇસ્રાએલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇસ્રાએલીઓએ મિસરીઓને સમુદ્ર કિનારે મૃત હાલતમાં પડેલા જોયા.
એ જ રાત્રે યહોવાના દૂતે જઈને આશ્શૂરીઓની છાવણીમાં 1,85,000 માણસોને મારી નાખ્યા, અને સવારે લોકોએ જાગીને જોયુ તો બધા મરેલાં પડ્યાં હતા.
તેઓમાંના ઘણા તો માર્યા ગયા હતા, કેમ કે તે યુદ્ધ દેવનું હતું. તેઓ એમની જગ્યાએ બંદીવાસ થતાં સુધી વસ્યા.
છતાં અમે તમારા હુકમોનો અનાદર કરીને ફરી આ ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીશું? તો પછી શું તું અમારા પર કોપાયમાન થઇને અમારો એવો વિનાશ નહિ કરશે કે કઇ પણ અથવા કોઇ પણ ન બચે?
તે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે; અને તેમની પ્રજાઓના પ્રદેશ મૃતદેહથી ભરી દેશે, અને તેની વિશાળ ભૂમિમાં માથાઓને છૂંદી નાંખશે.
તે જ રાત્રે યહોવાના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઇને 1ણ 85 ણ000 યોદ્ધાઓને મોતને ઘાટ ઉતાર્યા; લોકોએ સવારે ઊઠીને જોયું તો, તેઓની આગળ એ બધા મરેલા પડ્યા હતા.
“તેઓ બાબિલની વિરુદ્ધ લડાઇ કરશે, પણ પછી તેઓ એ લોકોના મૃત દેહથી પોતાના ઘરોને ભરી દેશે. જેઓને મે ગુસ્સાથી મારી નાખ્યા છે. આવું બનશે કારણકે, તેમણે આચરેલા દુષ્કૃત્યોને લીધે મેં આ નગર છોડી દીધું છે.