તેઓમાંના ઘણા તો માર્યા ગયા હતા, કેમ કે તે યુદ્ધ દેવનું હતું. તેઓ એમની જગ્યાએ બંદીવાસ થતાં સુધી વસ્યા.
Cross references
“ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે, અને તે તેમનો પીછો કરીને વળતો હુમલો કરશે.”
તમાંરામાંના પ્રત્યેક જણ હજારોને ભગાડી શકે તેમ છે, કારણ, તમાંરો દેવ યહોવા વચન મુજબ તમાંરા વતી લડે છે.
ઇસ્રાએલના રાજા પેકાહના શાસન દરમ્યાન આશ્શૂરનો રાજા તિગ્લાથે-પિલેસેરથી ચઢી આવીને ઇયોન, આબેલ બેથ-માઅખાહ, યાનોઆહ, કેદેશ, હાસોર, ગિલયાદ તેમ જ ગાલીલ અને નફતાલીના બધા પ્રદેશને સર કરી લીધાં અને ત્યાંના લોકોને આશ્શૂરમાં બંદી બનાવીને લઇ ગયો.
હોશિયાના શાસનના 9મે વરસે આશ્શૂરનો રાજા સમરૂન કબજે કરવામાં સફળ થયો અને તે આશ્શૂરમાં ઇસ્રાએલીઓને લઇ આવ્યો. તેણે તેમને હલાહ શહેરમાં, ગોઝાનની નદી, હાબોર નદીને પાસે અને માદીઓના નગરમાં વસાવ્યા.
યહૂદિયાના રાજા હિઝિક્યાના સમયમાં આ આગેવાનોએ તે પ્રદેશ પર ચઢાઈ કરી, હામના વંશજોના તંબુઓ અને મકાનોનો નાશ કર્યો, અને તેના વતનીઓને મારી નાખી તેનો કબજો મેળવ્યો.
ઇસ્રાએલના દેવ આશ્શૂરના રાજા પૂલનું તથા આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરનું મન ઉશ્કેર્યું, તેથી તેણે તેઓને, એટલે રૂબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુલસમૂહને, પકડી લઈ જઈને તેઓને હલાહ; હાબોર, હારામ અને ગોઝાન નદીને કાંઠે લાવીને વસાવ્યા; ત્યાં આજપર્યત તેઓ રહે છે.
એલ્કાનાહની વંશાવળી: એલ્કાનાહનો પુત્ર સોફાય, એનો પુત્ર નાહાથ,
દેવે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ મદદ કરી.
તેની પાસે મોટું સૈન્ય છે પણ તેઓ માત્ર માણસો છે, જ્યારે આપણાં યુદ્ધો લડવા આપણી સાથે યહોવા આપણા દેવ છે.” હિઝિક્યાના ભાષણથી લોકો ઉત્સાહિત થયા હતા.
તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ.