“તેથી સોના ચાંદીનું, અને પિત્તળ તથા લોખંડનું કામ કરનારા કુશળ કારીગરો; તથા કિરમજી, લાલ અને આસમાની રંગના કાપડ નું શું કરવું એ જાણનાર લોકોને મારી પાસે મોકલી આપો. વળી મારા પિતા દાઉદે પસંદ કરેલા યહૂદિયા અને યરૂશાલેમના કારીગરો સાથે કામ કરી શકે તેવા કોતરણી કામના નિષ્ણંાત કારીગરોને મોકલી આપો.
Cross references
મેં તેનામાં દૈવી શક્તિભરી દીધી છે અને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી, અને પુષ્કળ જ્ઞાન અને હોશિયારી આપી છે.
તે નફતાલી કુળસમૂહની એક વિધવાનો પુત્ર હતો. અને તેનો પિતા તૂરનો એક કંસારો હતો. તે પોતે પણ બધી જાતના કાંસાના કામનો ઘણો બુદ્ધિશાળી અને કુશળ કારીગર હતો, તેણે આવીને સુલેમાંન રાજાનું તમાંમ કામ કરી આપ્યું.
આ ઉપરાંત હીરામનાં વહાણોનો જે કાફલો ઓફીરથી સોનું લાવ્યો હતો, તે ત્યાંથી પુષ્કળ સુખડનું લાકડું અને ઝવેરાત લઈ આવ્યો હતો.
તારી પાસે પુષ્કળ કારીગરો છે, સલાટો, કડીયાઓ, સુથારો
હું તમારી પાસે મારા પ્રખ્યાત અને નિપુણ કારીગર હૂરામ-અલીને મોકલું છું. તે ઘણો હોંશિયાર છે.
કારણ કે તેને તેના દેવે શિક્ષણ આપીને યોગ્ય જ્ઞાન આપ્યુ હોય છે.
એ જ્ઞાન પણ સૈન્યોના દેવ યહોવા પાસેથી મળે છે, જેની સલાહ અદૃભુત છે અને જેનું શાણપણ અજબ છે.
યહોવા યરૂશાલેમને કહે છે, “વિદેશીઓ આવશે અને તારા નગરોના કોટને ફરી બાંધશે. અને તેમના રાજાઓ તારા ગુલામ બનશે. કારણ ક્રોધ ચઢતાં મેં તને પ્રહાર કર્યો હતો. પણ હવે હું મારી કૃપામાં તારા પર દયા કરીશ.
તારા પાટિયાં તેમણે સનીર પર્વતના સરૂના લાકડાનાં બનાવ્યા હતાં, અને તારા સ્તંભો બનાવવા માટે લબાનોનના એરેજકાષ્ટનો ઉપયોગ કર્યો હતો.