Home Bibles 2 કાળવ્રત્તાંત 16:4 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 16:4 · ગુજરાતી બાઇબલ

બેનહદાદ સંમત થયો અને તેણે પોતાના સેનાપતિઓને ઇસ્રાએલનાં શહેરો ઉપર ચઢાઇ કરવા મોકલી આપ્યા; તેમણે ઇયોન, દાન, આબેલ-માઇમ અને નફતાલીનાં સંગ્રહાલય શહેરો જીતી લીધાં.

Cross references

ઊત્પત્તિ 14:14

જ્યારે ઇબ્રામને ખબર પડી કે, પોતાના ભાઈને પકડી ગયા છે, ત્યારે તેણે પોતાના પરિવારના નીવડેલા 318 માંણસોને લઇને દાન સુધી તે લોકોનો પીછો પકડયો.

નિર્ગમન 1:11

એટલા માંટે તેમણે મજૂરી કરાવીને ઇસ્રાએલીઓને દબાવવા માંટે તેમના ઉપર મુકાદમો નીમ્યા. આ રીતે ઇસ્રાએલીઓએ ફારુનને માંટે પીથોમ અને રામસેસ નગરો વખારો માંટે બાંધ્યાં.

ન્યાયાધીશો 18:28

ત્યાં એ લોકોને મદદ કરે એવું કોઈ ન હતું. કારણ કે તેઓ નગર સિદોનથી ધણા દૂર હતા અને તેઓને અરામના લોકો સાથે કોઈ સંબધ નહોતો, લાઈશ એ બેથ-રહોબના એક ભાગમાં ખીણમાં આવેલું હતું. દાનકુળસમહોએ ફરી તે નગર બાંધવાનું શરૂ કર્યુ અને ત્યાં વસવાટ કર્યો.

ન્યાયાધીશો 20:1

ઉત્તરે દાનથી માંડીને દક્ષિણે બેરશેબા પ્રદેશ સુધીના ઈસ્રાએલના સમગ્ર દેશમાંથી અને પૂર્વના ગિલયાદથી સર્વ લોકો મિસ્પાહ મુકામે યહોવા સમક્ષ એકત્ર થયાં.

1 રાજઓ 9:19

તેમજ પોતાનાં બધાં ભંડારનાં નગરો, તેમજ જે શહેરોમાં એ પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરૂશાલેમ લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે એણે જે કંઈ બંધાવવા વિચાર્યુ હતું તે બધું પણ તેણે બંધાવ્યું.

1 રાજઓ 15:20

બેનહદાદે આ કરાર માંન્ય રાખ્યો અને તેણે પોતાના સૈન્યને ઇસ્રાએલનાં કેટલાંક નગરો સામે લડવા મોકલ્યું. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માંઅખાહ,સમગ્ર કિન્નેરોથ અને નફતાલી પ્રદેશનાં તમાંમ નગરોનો નાશ કર્યો.

2 રાજઓ 16:9

આશ્શૂરના રાજાએ તેની વિનંતી માન્ય રાખી અને દમસ્ક પર ચડાઈ કરી તે કબજે કર્યું. અને ત્યાંના વતનીઓને કીરમાં દેશવટો આપ્યો અને અરામના રાજા રસીનને મારી નાખવામાં આવ્યો.

2 કાળવ્રત્તાંત 8:6

તેઓને પણ કોઠારના કેન્દ્રો બનાવ્યા ઉપરાંત બાઅલાથ અને પોતાની માલિકીના બધા લશ્કરી થાણા વાળા શહેરો, એના રથો અને ધોડાઓ જેમાં રાખવામાં આવ્યા હતા તે નગરી તથા પોતે યરૂશાલેમમાં, લબાનોનમાં તથા પોતાના તાબાના આખા પ્રદેશમાં જે જે બંધાવવાનું ધાર્યુ હતું તે બધું એણે બંધાવ્યું.

2 કાળવ્રત્તાંત 17:12

યહોશાફાટ ઉત્તરોત્તર વધુને વધુ મહત્વ પ્રાપ્ત કરતો ગયો અને તેણે યહૂદામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યા

1 તિમોથીને 6:10

પૈસા માટેનો લોભ દરેક જાતનાં પાપોને જન્મ આપે છે. કેટલાએક લોકોએ સાચો વિશ્વાસ (ઉપદેશ) છોડી દીધો છે કેમ કે તેઓ વધુ ને બધુ ધન મેળવવા માગે છે. પરંતુ આમ કરતાં તેઓ પોતાની જાતે ઘણી ત્રાસદાયક મુશ્કેલીઓ ઊભી કરી સહન કરે છે.

2 પિતરનો પત્ર 2:15

આ લોકોએ સત્યનો પંથ ત્યાગી દીધો છે અને તેઓએ ખરાબ માર્ગ પસંદ કર્યો છે. બલામ ગયો હતો તે જ રસ્તાને તેઓ અનુસર્યા છે. બલામ બયોરનો પુત્ર હતો. ખોટા કામ કરવા માટે જે વળતર ચૂકવાનુ હતુ તેના પર તે મોહિત થયો.

Interlinear

Choose Theme