Home Bibles 2 કાળવ્રત્તાંત 16:3 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 16:3 · ગુજરાતી બાઇબલ

“તારા પિતા અને મારા પિતા વચ્ચે સલામતીનો કરાર કરેલો હતો, તે આપણે તાજો કરીએ, જો, આ ચાંદી અને સોનું મેં મોકલ્યું છે. ઇસ્રાએલના રાજા બાઅશા સાથેનો તારો કરાર તોડી નાખ, જેથી તે પાછો ચાલ્યો જાય.”

Cross references

ઊત્પત્તિ 20:9

પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવ્યો અને તેને કહ્યું, “તમે માંરી સાથે આમ કેમ કર્યું? મેં તમાંરો શો ગુનો કર્યો હતો કે, તમે ‘આ માંરી બહેન છે.’ એમ જૂઠું બોલીને મને અને માંરા રાજયને મોટાં પાપમાં નાખ્યાં? તમાંરે માંરી સાથે આવો વર્તાવ નહોતો કરવો જોઈતો, તમે શું સમજીને આમ કર્યું?

નિર્ગમન 32:21

પછી હારુન તરફ ફરીને તેણે કહ્યું, “આ લોકોએ તમાંરું શું બગાડ્યું છે કે તમે એ લોકોને આવા મોટા પાપમાં નાખ્યાં?”

યહોશુઆ 9:19

તેથી આગેવાનોએ ભરી સભામાં જણાવ્યું, “આપણે ઇસ્રાએલના દેવ યહોવો સમક્ષ એ લોકોને સમ લઈને વચન આપ્યું છે, એટલે આ પ્રમાંણે કરીશું:

ન્યાયાધીશો 2:2

તેમ તમાંરે પણ આ દેશની પ્રજા સાથે કોઈ કરાર કરવો નહિ, તમાંરે તે લોકોની વેદીઓ તોડી પાડવી. પણ તમે માંરી આજ્ઞાનું પાલન કર્યું નથી, તમે લોકો આ શું કરી બેઠા છો?

2 શમએલ 21:2

તેથી રાજા દાઉદે ગિબયોનના લોકોને બોલાવ્યા, તેઓ ઇસ્રાએલીઓના પુત્રો નહોતાં પણ તેઓ ત્યાં રહેતા બીજા અમોરીઓના પુત્રો હતાં. ઇસ્રાએલપુત્રોએ તેઓનો નાશ નહિ કરવા માંટે પ્રતિજ્ઞા લીધી હતી, પણ શાઉલને ઇસ્રાએલ અને યહૂદા માંટે ઊંડી લાગણી હતી તેથી તેણે તેઓનો વિનાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

2 કાળવ્રત્તાંત 18:3

આહાબે યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ-ગિલયાદ આવશો?” યહોશાફાટે કહ્યું, “આપણે બે કાઇં જુદા નથી. મારા સૈનિકો એ તમારા જ સૈનિકો છે. આપણે સાથે મળીને આપણી લડાઇ લડીશું.”

2 કાળવ્રત્તાંત 19:2

ત્યારે પ્રબોધક હનાનીનો પુત્ર યેહૂ તેને મળવા ગયો અને બોલ્યો, “તમે દુષ્ટોને મદદ કરી છે અને યહોવાના દુશ્મનો સાથે મૈત્રી બાંધી છે, તેથી યહોવા તમારા ઉપર રોષે ભરાયા છે;

ગીતશાસ્ત્ર 15:4

તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે. જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે. તેને નુકશાન સહન કરવું પડે તો પણ પોતાના વચન કયારેય તોડતો નથી.

યશાયા 31:1

તેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે; અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે; પણ તેઓ યહોવા પર, ઇસ્રાએલના પરમપવિત્ર દેવ તરફ તેઓ ષ્ટિ કરતા નથી, કે તેની મદદ માંગતા નથી,

યર્મિયાનો વિલાપ 17:18

તેણે પોતાની પ્રતિજ્ઞાનો અને કરારનો ભંગ કર્યો છે, જો કે તેણે આ બધું કર્યું છે એટલે તે છટકી શકશે નહિ.”

રોમનોને પત્ર 1:31

તેઓ મૂર્ખ છે, તેમનાં વચન પાળતા નથી, અને તેઓ બીજા લોકો પ્રત્યે દયા, મમતા, ભલાઈ દર્શાવતા નથી.

2 કરિંથીઓને 6:16

દેવના મંદિર અને મૂર્તિઓ વચ્ચે કોઈ જાતનો કરાર હોઈ શકે? આપણે જીવતા દેવનું મંદિર છીએ, જેમ દેવ કહે છે કે:“હું તેઓની સાથે જીવીશ અને તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોક થશે.” લેવીય 26:11-12

2 તિમોથીને 3:3

લોકોને એકબીજા માટે પ્રેમ નહિ હોય. તેઓ બીજા લોકોને માફ કરી શકશે નહિ. અને તેઓ ખરાબ વાતો કરશે. લોકો પોતાની જાત પરનો કાબૂ ગુમાવશે. તેઓ ક્રોધી અને હલકી વૃત્તિવાળા અને જે વસ્તુઓ સારી હશે તેને ધિક્કારશે.

Interlinear

Choose Theme