Home Bibles 2 કાળવ્રત્તાંત 14:3 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 14:3 · ગુજરાતી બાઇબલ

તેણે પારકી મૂર્તિઓની વેદીઓ અને પર્વતો પરનાં ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં. તેણે પૂજાસ્તંભો ભાંગી નાખ્યા, અને અશેરા દેવીના લાકડાના થાંભલા કાપી નાખ્યા.

Cross references

ઊત્પત્તિ 18:19

મેં જ એને પસંદ કર્યો છે કે, જેથી એ પોતાનાં સંતાનોને અને પોતાના પછીના વંશજોને ધર્મ અને ન્યાયનું આચરણ કરીને યહોવાને માંગેર્ વળવાની આજ્ઞા કરે, અને એ રીતે ઇબ્રાહિમને આપેલું વચન હું પાળી શકું.”

નિર્ગમન 34:13

પણ યાદ રાખો, તમાંરે તેમની વેદીઓ તોડી પાડવાની છે, તેમના પૂજાસ્તંભો તોડી નાખવાના છે. અને તેઓની અશેરાહ દેવીની મૂર્તિઓ ભાંગી નાખવાની છે.

લેવીય 26:30

હું તમે જયાં તમાંરી મૂર્તિઓની પૂજા કરો છો તે ટેકરીઓ ઉપરનાં મુલાકાતમંડપનો નાશ કરીશ અને તમાંરી મૂર્તિઓના ભંગાર ઉપર હું તમાંરાં મૃતદેહો ખડકીશ. હું તમને તિરસ્કૃત કરી નાખીશ.

પુનર્નિયમ 7:5

“પરંતુ તમાંરે તે લોકો સાથે આ પ્રમાંણે વર્તવું: તેમની વેદીઓને તોડી પાડવી, તેમના સ્તંભોને ભાંગી નાખવા, તેઓની ધિક્કારપાત્ર પ્રતિમાંઓને તોડી નાખવી અને તેમની મૂર્તિઓને બાળી નાખવી.

પુનર્નિયમ 7:25

“તમે લોકો તેઓની મૂર્તિઓને બાળી મૂકો. એ મૂર્તિઓ ઉપરના સોનાચાંદીના મોહમાં પડીને તે ધાતુઓને અડકશો નહિ. જો તમે તે ધાતુઓને લેશો તો તે તમાંરા માંટે ફાંદારૂપ બનશે, કારણ, તમાંરા દેવ મૂર્તિપૂજાને ધિક્કારે છે.

ન્યાયાધીશો 6:25

તે રાત્રે યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારા પિતાનો સાત વર્ષની ઉમરનો શ્રેષ્ઠ બળદ લે. તારા પિતાની જે બઆલ દેવની બેદી છે તે તોડી પાડ.

1 રાજઓ 11:7

એ વખતે સુલેમાંને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માંટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માંટે યરૂશાલેમની નજીક આવેલા પર્વતના શિખર પર એક ઉચ્ચ સ્થાન બંધાવ્યું.

1 રાજઓ 14:22

યહૂદાના લોકોએ યહોવાની નજરમાં પાપ ગણાય એવું આચરણ કર્યુ, તેમણે પૂર્વજોએ કરેલાં પાપોથી પણ વધુ પાપો કરી યહોવાનો કોપ વહોરી લીધો.

1 રાજઓ 15:12

તેણે દેવદાસીઓ જે પ્રદેશનાં બીજા દેવોની સેવા કરતી હતી, તેને હાંકી કાઢી અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી.

2 રાજઓ 18:4

તેણે ઉચ્ચસ્થાનો પરની સમાધિઓ દૂર કરી, અશેરાદેવીની મૂર્તિ કાપી નાખી અને મૂસાએ તૈયાર કરાવેલા કાંસાના સાપને તોડી ટુકડા કરી નાખ્યા, કારણ કે ત્યાં સુધી ઇસ્રાએલીઓ તેને બલિદાનો અર્પણ કરતા હતા, તેણે તેઓને કહ્યું; આ તો ફકત કાંસાનો ટૂકડો છે.

2 રાજઓ 23:6

યરૂશાલેમના મંદિરમાંથી અશેરાદેવીની મૂર્તિને યરૂશાલેમની બહાર કિદ્રોનના કોતરમાં લઈ જઈને બાળીને ભસ્મ કરી નાખી અને તેની રાખ ગાઝા નજીક સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.

2 રાજઓ 23:14

તેણે સ્તંભો તોડી પાડયા અને અશેરાદેવીનાં પ્રતીકો કાપી નાખ્યાં. તેઓ જે જગ્યાએ ઊભાં હતાં તે જગ્યાઓ માણાસોનાં હાડકાંઓથી પૂરી દીધી.

2 કાળવ્રત્તાંત 15:17

જો કે ઇસ્રાએલમાંથી ટેકરી ઉપરના સ્થાનકો દૂર કરવામાં આવ્યા નહોતા. તેમ છતાં આસા જીવનભર યહોવાને સંપૂર્ણ વફાદાર રહ્યો.

2 કાળવ્રત્તાંત 33:16

તેણે યહોવાની વેદી ફરી બંધાવી. અને ત્યાં શાંત્યર્પણ અને આભારબલિ ચઢાવ્યાં અને યહૂદાના લોકને ઇસ્રાએલના દેવ યહોવાની સેવા કરવા માટે ફરમાવ્યું.

2 કાળવ્રત્તાંત 34:4

તેણે પોતાની દેખરેખ નીચે બઆલદેવની વેદીઓ ભાંગી નંખાવી અને તેની પાસેની ધૂપની વેદીઓ તોડી પડાવી. અને કોતરેલી અને ઢાળેલી અશેરાદેવીની અને બીજી બધી મૂર્તિઓ ભંગાવી નંખાવી. તેણે તેમનો દળીને ભૂકો કરાવી તેને તેઓની કબર ઉપર ભભરાવ્યો જેઓ આ મૂર્તિઓને બલિ ચઢાવતાં હતાં.

Interlinear

Choose Theme