Home Bibles 1 શમુએલ 3:2 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 3:2 · ગુજરાતી બાઇબલ

એક રાત્રે એલી પોતાની કાયમની જગ્યા એ સૂતો હતો. ઘડપણને કારણે તેની આંખો બહુ જ નબળી બની ગઇ હતી, તે લગભગ આંધળો બની ગયો હતો.

Cross references

ઊત્પત્તિ 27:1

જયારે ઈસહાક વૃદ્વ થયો, ત્યારે તેની આંખોની દૃષ્ટિ નબળી પડી અને તેને કઇં પણ ચોખ્ખું દેખાતું ન હતું. એક દિવસ તેણે તેના મોટા પુત્ર એસાવને બોલાવ્યો. ઈસહાકે કહ્યું, “માંરા દીકરા.”ઈસહાકને એસાવે જવાબ આપ્યો, “જી, પિતાજી, હું આ રહ્યો.”

ઊત્પત્તિ 48:10

હવે વૃદ્વાવસ્થાને કારણે ઇસ્રાએલની આંખોનું તેજ ઓછું થયું હતું. તેને દેખાતું ન હતું. તેથી યૂસફ તેઓને તેમની પાસે લઈ આવ્યો એટલે તેણે તેઓને ચુંબન કર્યુ અને પછી તે તેઓને કોટે વળગ્યો.

ઊત્પત્તિ 48:19

પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”

1 શમુએલ 2:22

હવે એલી ઘણો વૃદ્વ થયો હતો. પોતાના પુત્રો ઇસ્રાએલીઓ સાથે કેવી રીતે વર્તતા તે, અને યહોવાના મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થતી સ્ત્રીઓ સાથે સૂતા પણ હતા એ બધુ તે સાંભળતો હતો.

1 શમુએલ 4:15

એલીની ઉંમર 98 વર્ષની થઈ હતી અને તે ઔંધળો બની ગયો હતો.

ગીતશાસ્ત્ર 90:10

અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે; કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે. તો પણ શ્રેષ્ઠ વષોર્ મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે; કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.

સભાશિક્ષક 12:3

તે દિવસે જે ઘરનું નિયંત્રણ કરવાવાળાઓ ધ્રુજશે, બળવાન વાંકા વળી જશે, અને દળનારી સ્રીઓ થોડી હોવાથી તેમનો તોટો પડશે, અને બારીઓમાંથી બહાર જોનારની ષ્ટિ ઝાંખી થઇ જશે.

Interlinear

Choose Theme