Home Bibles 1 શમુએલ 31:13 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 31:13 · ગુજરાતી બાઇબલ

પછી તેમણે તેમનાં હાડકાંઓ લીધા અને તેમને યાબેશમાં મોટા વૃક્ષ નીચે દાટી દીધા, અને સાત દિવસના ઉપવાસ કર્યા. 

Cross references

ઊત્પત્તિ 35:8

રિબકાની સાસુ દબોરાહ અહીં મૃત્યુ પામી હતી. ત્યારે તેને બેથેલ નજીક એલોન વૃક્ષ નીચે દફનાવવામાં આવી હતી. આથી એનું નામ ‘રુદનનું એલોન વૃક્ષ’ (એલોન-બાખૂથ) રાખવામાં આવ્યું હતું.

ઊત્પત્તિ 50:10

પછી યર્દન નદીને પાર આટાદની ખળી છે ત્યાં તેઓ આવ્યા. તેઓએ મોટા અને ભારે વિલાપ સાથે રૂદન કર્યુ; અને તેમણે તથા યૂસફે પોતાના પિતા માંટે સાત દિવસનો શોક પાળ્યો.

1 શમુએલ 22:6

અને શાઉલ ગિબયાહમાં ટેકરી ઉપર આવેલા સરુના ઝાડ નીચે હાથમાં ભાલો લઈને બેઠો હતો અને તેના દરબારીઓ તેની આસપાસ ઊભા હતા એવામાં તેને સમાંચાર મળ્યા કે દાઉદ અને તેની સાથેના માંણસોનો પત્તો મળ્યો છે.

2 શમએલ 1:12

લોકો ઘણા દુ:ખી હતા. તેઓએ વિલાપ કર્યો, ને સાંજ સુધી ઉપવાસ કર્યો; કારણ કે શાઉલ, તેનો પુત્ર યોનાથાન યહોવાના લોકો તથા ઇસ્રાએલના ઘણા સૈનિકો યુદ્ધમાં માંર્યા ગયા હતાં.

2 શમએલ 2:4

ત્યારબાદ યહૂદાના લોકોએ ત્યાં આવીને દાઉદનો યહૂદાના રાજા તરીકે અભિષેક કર્યો. જયારે દાઉદને સમાંચાર મળ્યા કે, “યાબેશમાં ગિલયાદના લોકોએ શાઉલને દફનાવ્યો હતો.”

2 શમએલ 21:12

ત્યારે તે યાબેશ ગિલયાદના લોકો પાસે ગયો અને શાઉલનાં અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ લઈ લીધાં. જે દિવસે પલિસ્તીઓએ ગિલયાદના ડુંગર ઉપર શાઉલને હરાવ્યો હતો તે દિવસે તેઓએ શાઉલ અને તેના પુત્રોનાં મૃતદેહોને બેથશાનના દરવાજા પર ખુલ્લા ચોકમાં લટકાવ્યાં હતાં, તે સ્થળેથી તેઓ તેઓના અસ્થિ લાવ્યા હતા.

Interlinear

Choose Theme