Home Bibles 1 શમુએલ 22:6 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 22:6 · ગુજરાતી બાઇબલ

અને શાઉલ ગિબયાહમાં ટેકરી ઉપર આવેલા સરુના ઝાડ નીચે હાથમાં ભાલો લઈને બેઠો હતો અને તેના દરબારીઓ તેની આસપાસ ઊભા હતા એવામાં તેને સમાંચાર મળ્યા કે દાઉદ અને તેની સાથેના માંણસોનો પત્તો મળ્યો છે.

Cross references

ઊત્પત્તિ 21:33

ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ ઝાડ રોપ્યું અને ત્યાં ઇબ્રાહિમે યહોવા જે સનાતન દેવ છે તેની પ્રાર્થના કરી.

ન્યાયાધીશો 4:5

એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રામાં અને બેથેલની વચ્ચે એક મોટું તાડનું ઝાડ હતું. તેની નીચે તે બેસતી હતી. અને ઈસ્રાએલીઓ ત્યાં તેમના ન્યાય વિષે નિર્ણય કરવા માંટે આવતા હતાં.

1 શમુએલ 14:2

શાઉલે પહાડની કિનારે આવેલા મિગ્રોનમાં દાડમના ઝાડ નીચે મુકામ કર્યો હતો. તે ખળાની નજીક હતું. તેની સાથે લગભગ 600 સૈનિકો હતાં.

1 શમુએલ 18:10

અને બીજે દિવસે દેવ તરફથી એક દુષ્ટાત્માંએ શાઉલને વશમાં કર્યો, તેણે શાઉલનો કબજો લીધો અને તે ગાંડા જેવો થઈ ગયો, અગાઉની જેમ દાઉદ વીણા વગાડીને તેને શાંત પાડવા લાગ્યો, પણ શાઉલ તો પોતાના હાથમાં ભાલો ફેરવતો હતો.

1 શમુએલ 19:9

એક દિવસે શાઉલ પોતાના ઘરમાં બેઠો બેઠો દાઉદનું વણાવાદન સાંભળી રહ્યો હતો ત્યારે તેના હાથમાં તેનો ભાલો હતો. અચાનક તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્માં આવ્યો; અને શાઉલમાં પ્રવેશ્યો.

1 શમુએલ 20:33

એટલે શાઉલે યોનાથાનને માંરવા માંટે ભાલો ઉગામ્યો, એટલે યોનાથાન સમજી ગયો કે માંરા પિતાએ દાઉદનો જીવ લેવાનો નિશ્ચય કર્યો છે.

Interlinear

Choose Theme