Home Bibles 1 શમુએલ 25:22 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 25:22 · ગુજરાતી બાઇબલ

હું જો સવાર સુધીમાં એનો એક પણ માંણસ જીવતો રહેવા દઉં તો દેવનો શાપ માંરા પર ઉતરો.”

Cross references

રૂત 1:17

તમે જયાં મરણ પામશો ત્યાં જ હું પણ મરીશ ને ત્યાં જ દટાઈશ. મૃત્યુ સિવાય બીજા કશાથી જો હું તમાંરાથી વિખૂટી પડું તો યહોવા મને એથી પણ વધારે દુ:ખ દે.”

1 શમુએલ 3:17

એલીએ પૂછયું, “યહોવાએ તને શું કહ્યું છે? તે માંરાથી છુપાવીશ નહિ; તેમણે તને જે જે કહ્યું તેમાંથી કંઈપણ જો તું માંરાથી છુપાવે તો દેવ તને એવું ને એ કરતાં પણ વધારે કરો.”

1 શમુએલ 14:44

શાઉલ બોલ્યો, “યોનાથાન, હું જો તને મોતની સજા ન કરું તો દેવ મને પૂછે.”

1 શમુએલ 20:13

જો માંરા પિતા તને હાનિ કરવાના હોય, તો હું તને સંદેશો મોકલીશ અને સુરક્ષિત જવા દઇશ. જો હું આમ ન કરું તો ભલે યહોવા મને સજા કરે. યહોવા જેમ માંરા પિતાની મદદમાં રહેતા હતા તેમ તારી મદદમાં રહો.

1 શમુએલ 20:16

આ પ્રમાંણે યોનાથાને દાઉદ સાથે એક સંધિ કરી, કહેતા, “યહોવા દાઉદના દુશ્મનોને સજા કરે.”

1 રાજઓ 14:10

તેથી હું તારા વંશ પર આફત ઉતારીશ. તારા કુટુંબમાં દરેક પુરુષને માંરી નાખીશ, ઇસ્રાએલમાં તારા વંશનો કોઇ પણ નર જીવતો બચશે નહિ જેમ છાણ રાખ થાય ત્યાં સુધી બળ્યા કરે છે. તેવી જ રીતે તારું સમગ્ર કુટુંબ નાશ પામશે.

1 રાજઓ 16:11

તે જેવો ગાદીએ આવ્યો કે તરત જ તેણે આસાના સમગ્ર પરિવારને રહેંસી નાખ્યું. તેણે તેના કુટુંબમાંથી તેના ખૂબ દૂરના સગાસંબધી કે મિત્રોનાં એકેય માંણસને તેણે જીવતા રહેવા દીધા નહિ.

1 રાજઓ 21:21

હવે યહોવા કહે છે, ‘હું તારે માંથે આફત ઊતારીશ, હું તારા કુટુંબનો નાશ કરીશ. ઇસ્રાએલમાંના તારા એકેએક વંશજને ધરતીના પડ પરથી નાશ કરીશ.

2 રાજઓ 9:8

હું આહાબના કુટુંબના પ્રત્યેક માણસનો સંહાર કરીશ.

Interlinear

Choose Theme