તે જેવો ગાદીએ આવ્યો કે તરત જ તેણે આસાના સમગ્ર પરિવારને રહેંસી નાખ્યું. તેણે તેના કુટુંબમાંથી તેના ખૂબ દૂરના સગાસંબધી કે મિત્રોનાં એકેય માંણસને તેણે જીવતા રહેવા દીધા નહિ.
Cross references
અદોનીબેઝેકે કહ્યું, “મેં આ જ રીતે 70 રાજાઓના હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હતાં, ને તે બધા રાજાઓ માંરા ભાણામાંથી મેજ નીચે પડેલા ટુકડાઓ વીણી ખાતા હતા. તેવા જ હાલ દેવે માંરા કર્યા.” તેઓ તેને યરૂશાલેમ લઈ ગયા અને ત્યાં જ તેનું અવસાન થયું.
હું જો સવાર સુધીમાં એનો એક પણ માંણસ જીવતો રહેવા દઉં તો દેવનો શાપ માંરા પર ઉતરો.”
તમને ઇજા કરતાં મને રોકનાર ઇસ્રાએલના દેવ યહોવાના સમ ખાઈને કહું છું કે, જો તું મને અહીં મળવા માંટે વહેલી તકે આવી ન હોત તો સવાર સુધીમાં નાબાલનો એક પણ માંણસ જીવતો રહ્યો ન હોત.”
તેથી હું તારા વંશ પર આફત ઉતારીશ. તારા કુટુંબમાં દરેક પુરુષને માંરી નાખીશ, ઇસ્રાએલમાં તારા વંશનો કોઇ પણ નર જીવતો બચશે નહિ જેમ છાણ રાખ થાય ત્યાં સુધી બળ્યા કરે છે. તેવી જ રીતે તારું સમગ્ર કુટુંબ નાશ પામશે.
જેવો એ રાજા બન્યો કે તરત તેણે યરોબઆમના કુટુંબનોે નાશ કર્યો. તેણે કોઈનેય જીવતા છોડયા નહિ. આ રીતે યહોવાએ જે વાત તેના સેવક શીલોના અહિયાને કહી હતી તે સાચી પડી.
હવે હું તારો અને તારા કુટુંબનો ઉચ્છેદ કરી નાખીશ, નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનાં મેં જે હાલ કર્યા હતા, તેવા તારા પણ કરીશ.
નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનો અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબનો મેં નાશ કર્યો છે, તેમજ આહાબના કુટુંબનો પણ હું નાશ કરીશ.
ભલે મારા શત્રુઓ અને તેના પરિવારોનો નાશ થાય! અને ભલે આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણ પણે ભૂંસાઇ જાય!