Home Bibles 1 શમુએલ 14:36 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 14:36 · ગુજરાતી બાઇબલ

શાઉલે કહ્યું, “ચાલો, આપણે આજે રાત્રે પલિસ્તીઓ ઉપર છાપો માંરીએ, સવાર સુધી તેમને લૂંટીને અને એકેએકને પૂરા કરીએ.”સૈનિકોએ કહ્યું, “તમને ઠીક લાગે તેમ કરો.”પરંતુ યાજકે કહ્યું, “આપણે દેવની સલાહ લઈએ.”

Cross references

ગણના 27:21

તેણે માંરી ઈચ્છા જાણવા માંટે યાજક એલઆજાર પાસે જવું પડશે. પછી એલઆઝાર યહોવા સમક્ષ ઉરીમ પાસો નાખીને યહોવાને જવાબ મેળવશે. આ રીતે એલઆઝાર યહોશુઆને અને સમગ્ર ઇસ્રાએલી સમાંજને તેમની બધી બાબતમાં માંર્ગદર્શન આપશે.”

યહોશુઆ 10:9

યહોશુઆએ ગિલ્ગાલથી નીકળી આખી રાત કૂચ કરીને તેમના ઉપર અચાનક છાપો માંર્યો.

યહોશુઆ 10:19

શત્રુ સૈન્યનો પીછો કરવાનું ચાલુ રાખો અને પાછળથી તેમના ઉપર હુમલા કરજો. તેમને તેમના શહેરમાં ફરવા દેશો નહિં. તમાંરા દેવ યહોવાએ આ લોકોને તમાંરા હાથમાં સોંપી દીધા છે.”

યહોશુઆ 11:14

ઇસ્રાએલી લોકોને શહેરોમાંથી જે બધી વસ્તુઓ મળી તે પોતાનાં માંટે રાખી. તેઓએ શહેરમાં જે પ્રાણીઓ મળ્યાં તે રાખ્યાં. પણ તેઓએ ત્યાંના બધા માંણસોને માંરી નાખ્યાં. તેઓએ કોઈ લોકોને જીવતા ન છોડ્યાં.

1 શમુએલ 1:23

એટલે તેના પતિ એલ્કાનાહે કહ્યું, “તને જેમ ઠીક લાગે તેમ કર અને ત્યાં સુધી તું બાળકને રાખ. યહોવાના શબ્દો સાચા પડે,” તે બાળક સાથે ઘરમાં રહી અને તે નક્કર આહાર લેવા જેટલો મોટો થયો ત્યાં સુધી એની સાચવણી કરી.

1 શમુએલ 11:11

બીજે દિવસે સવારે શાઉલે લશ્કરને ત્રણ ટુકડીમાં વહેંચી નાખ્યું. અને પરોઢ થતાં તેઓ દુશ્મનની છાવણીમાં ધસી ગયા અને બપોર થતાં સુધી આમ્મોનીઓની હત્યા કરી. જે લોકો બચી ગયા તેઓ એવા તો વેરવિખેર થઈ ગયા કે, બે જણ પણ ભેગા ન રહ્યા.

1 શમુએલ 14:3

તે સમયે શીલોહમાં અહિયા યાજક હતો. તે અહીટુબના ભાઇ ઇખાબોદનો પુત્ર હતો. ઇખાબોદ ફીનહાસનો પુત્ર હતો, ફીનહાસ યાજક એલીનો પુત્ર હતો. હવે અહિયાએ એફોદ પહેરેલો હતો.યોનાથાન ગયેલો છે તે લોકો જાણતા નહોતા.

1 શમુએલ 14:18

શાઉલે અહિયાને દેવનો પવિત્રકોશ લાવવા આજ્ઞા કરી, કારણ તે ઈસ્રાએલીઓ પાસે હતો.

ગીતશાસ્ત્ર 73:28

પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે! મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે! હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.

યશાયા 48:1

યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો. તમે સાંભળો, તમે ઇસ્રાએલને નામે ઓળખાઓ છો, તમે યહૂદાના ફરજંદો છો: તમે યહોવાના નામે સમ ખાઓ છો અને ઇસ્રાએલના દેવની ભકિત કરવાનો દાવો કરો છો, પણ સાચેસાચ કે સાચી શ્રદ્ધાથી નહિ.”

યશાયા 58:2

રોજ રોજ તેઓ મારી ઉપાસના કરવા આવે છે, તેઓ કહે છે કે, તેમને મારા માગોર્ જાણવાનું ગમે છે, જો કે તેઓ ન્યાયનું આચરણ કરનારી પ્રજા છે અને જેમણે પોતાના દેવના શાસનનો અંત લાવ્યો નથી. તેઓએ મારી પાસે ન્યાયની અને સત્યની માગણી કરી અને તેઓ દેવની નજીક રહેવા માગે છે.”

ચર્મિયા 6:5

તો ચાલો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ.”

માલાખી 2:7

એટલે માણસો તેમની પાસે ઉપદેશની અપેક્ષા રાખે છે. કારણકે તેમના હોંઠ ઉપર હર સમયે જ્ઞાન હોવું જોઇએ અને તેઓ તો સૈન્યોનો દેવ યહોવાના સંદેશાવાહક છે.”

યાકૂબનો 4:8

દેવની નજીક આવો અને દેવ તમારી પાસે આવશે. તમે પાપી છો. તેથી તમારા જીવનમાંથી પાપ દૂર કરો. તમે દુનિયા અને દેવ બંનેને એક સાથે અનુસરવા માગો છો. તમારી વિચારધારાને નિર્મળ બનાવો.

Interlinear

Choose Theme