ત્યારબાદ ઝીફીઓએ ગિબયાહમાં શાઉલ પાસે આવીને કહ્યું, “દાઉદ અમાંરા ક્ષેત્રમાં, યશીમોનની દક્ષિણમાં, હખીલાહ ડુંગર પર કિલ્લામાં સંતાએલો છે.
Cross references
તેથી શાઉલે પોતાની આજુબાજુના નોકરોને કહ્યું, “સાંભળો, બિન્યામીનના માંણસો! તમે એમ માંનો છો કે યશાઇનો પુત્ર તમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપવાનો છે? તમે એમ માંનો છો કે એ તમને 1,000 કે 100 સૈનિકના અમલદાર બનાવવાનો છે?
ઝીફના લોકોએ ગિબયાહમાં શાઉલની પાસે આવીને કહ્યું કે, “દાઉદ યહૂદાના વગડાની સામે આવેલા હખીલાહના પર્વતમાં છૂપાયેલો છે.”
શાઉલે હખીલાહના ડુંગરાંમાં છાવણી નાખી.તે રસ્તાની બાજુમાં હતી. દાઉદ રણમાં રહેતો હતો, અને તેને ખબર પડી કે શાઉલ હખીલાહ આવ્યો છે.
હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો; અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
હે દેવ, મારી પ્રાર્થના સાંભળો; મારા મોઢાંની વાતો કાને ઘરો.
કોઇ શાસનકર્તા જૂઠાંણું કાને ધરે છે, તો તેના બધા અમલદારો દુષ્ટ થઇ જાય છે.