Home Bibles ગીતશાસ્ત્ર 78:59 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 78:59 · ગુજરાતી બાઇબલ

જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો, અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.

Cross references

ઊત્પત્તિ 18:20

પછી યહોવાએ કહ્યું, “મેં ઘણી વખત સાંભળ્યું છે કે, સદોમ અને ગમોરાહના લોકો ઘણાં જ ખરાબ છે, તે જગ્યાએથી આવતાં આર્તનાદનું કારણ તેઓ છે. તેમનાં પાપ ઘણા ગંભીર છે.

લેવીય 20:23

તમાંરે ત્યાંના લોકોના રિવાજો પાળવા નહિ. એ બધા કૂકર્મો કરવા બદલ હું તેમને ધિક્કારું છું અને તે સૌને તમાંરી આગળથી હાંકી કાઢીશ.

લેવીય 26:44

છતાં, તેઓ તેમના દુશ્મનોના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહિ કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહિ કરું અને માંરો જે કરાર તેઓની સાથે છે તેનો ભંગ કરીશ નહિ, કારણ કે હું યહોવા તેમનો દેવ છું.

પુનર્નિયમ 32:19

આ જોઇને યહોવા રોષે ભરાયા, તેનાં પુત્રો અને પુત્રીઓએ તેને ગુસ્સે કર્યા.

ગીતશાસ્ત્ર 11:4

યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે. યહોવાનું રાજ્યાસન આકાશમાં છે. તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.

ગીતશાસ્ત્ર 14:2

યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે, કે કોઇ ડાહ્યાં લોકો છે કે જેમને દેવની મદદની જરૂર છે.

ગીતશાસ્ત્ર 106:40

તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો; અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.

યર્મિયાનો વિલાપ 2:7

યહોવાએ પોતાની વેદીને નકારી અને તેણે પોતાના પવિત્ર સ્થાન ને જતું કર્યું છે; તેણે દુશ્મનના હાથે તેણીના મહેલની દીવાલોનો નાશ કરાવ્યો. પહેલા અમે યહોવાના મંદિરમાં ઉત્સવના પોકારો કરતા હતા; હવે ત્યાં દુશ્મનો કોલાહલ મચાવે છે.

ઝખાર્યા 11:8

એક મહિનામાં તો મેં ત્રણ ભરવાડોને રજા આપી, કારણ, મારી ધીરજ ખૂટી ગઇ હતી અને તેઓ પણ મને ધિક્કારતા હતા.

Interlinear

Choose Theme