Home Bibles 1 શમુએલ 2:18 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 2:18 · ગુજરાતી બાઇબલ

શમુએલ યહોવાનો સેવક હતો. તે યહોવાની સેવા કરતો અને એક શણનું કેડિયું પહેરતો.

Cross references

નિર્ગમન 28:4

તેઓએ આ પોષાક બનાવવાનાં છે. ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો ડગલો, પાઘડી તથા કમરબંધ; તેમણે તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માંટે માંરા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે પહેરવાં માંટે પવિત્ર વસ્ત્રો બનાવવાં.

લેવીય 8:7

પછી તેણે હારુનને અંગરખો, અને જામો પહેરાવી કમરબંધ બાંધીને એફોદ ચઢાવી તેનો ગુથેલો પટો કમરે બાંધી દીધો.

1 શમુએલ 2:11

ત્યાર બાદ તેઓએ શમુએલને શીલોહમાં રાખ્યો અને એલ્કાનાહ અને તેનો પરિવાર પોતાને ઘેર પાછા ફર્યાં. બાળક શમુએલ યહોવાનો સેવક બન્યો અને તે એલી યાજકને દેવની સેવામાં મદદ કરતો હતો.

1 શમુએલ 2:28

ઇસ્રાએલના બધા કુળોમાંથી મેઁ તમાંરા કુળને માંરા યાજકો તરીકે, અર્પણો અર્પણ કરવા માંટે, અને વેદી ઉપર ધૂપ બાળવા માંટે અને યાજકને પહેરવાનો ખાસ ઝભ્ભો પહેરવા માંટે પસંદ કર્યું. ઇસ્રાએલીઓ મને જે અર્પણો અર્પણ કરે છે તેમાંથી મેઁ તારા કુળસમૂહને માંસ લેવા દીધું.

1 શમુએલ 3:1

બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. એ દિવસો દરમ્યાન યહોવાના શબ્દો જવલ્લેજ સાંભળવા મળતા. ત્યારે બહુ ઓછા સંદર્શન દેખાતા.

1 શમુએલ 14:3

તે સમયે શીલોહમાં અહિયા યાજક હતો. તે અહીટુબના ભાઇ ઇખાબોદનો પુત્ર હતો. ઇખાબોદ ફીનહાસનો પુત્ર હતો, ફીનહાસ યાજક એલીનો પુત્ર હતો. હવે અહિયાએ એફોદ પહેરેલો હતો.યોનાથાન ગયેલો છે તે લોકો જાણતા નહોતા.

1 શમુએલ 22:18

આથી શાઉલે અદોમી દોએગને કહ્યું, “દોએગ, તું જ યાજકોને માંરી નાખ.” તેથી દોએગે યાજકોને માંરી નાખ્યા; એ જ દિવસે તેણે તેઓમાંના 85 ને માંરી નાખ્યા.

2 શમએલ 6:14

દાઉદ શણના કપડાઁનું એફોદ પહેરીને ખૂબ આનંદથી યહોવા સમક્ષ નાચતો હતો.

1 કાળવ્રત્તાંત 15:27

કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકગણના સભ્યો અને ગાયકગણના આગેવાન કનાન્યાએ શણના ઝભ્ભા પહેર્યા હતા. દાઉદે પણ શણનો એફોદ પહેર્યો હતો.

Interlinear

Choose Theme