Home Bibles 1 શમુએલ 15:6 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 15:6 · ગુજરાતી બાઇબલ

તેમણે કેનીઓને સંદેશો મોકલ્યો કે, “તમે તો ઇસ્રાએલીઓ જયારે મિસરમાંથી આવ્યા ત્યારે તેમની સાથે મૈત્રીભર્યો વ્યવહાર રાખ્યો હતો. તમે અમાંલેકીઓનો પ્રદેશ છોડીને ચાલ્યા જાઓ, નહિ તો માંરે તેમની સાથે તમને પણ માંરી નાખવા પડશે.” તેથી કેનીઓ અમાંલેકીઓનો પ્રદેશ છોડીને ચાલ્યા ગયા.

Cross references

ઊત્પત્તિ 15:19

એટલે કે, કેનીઓ, કનિઝીઓ, કાદમોનીઓ,

ઊત્પત્તિ 18:25

દુષ્ટોની સાથે સારા માંણસોને પણ માંરી નાખશો? એ તો તમને ના શોભે! તો તો સારા માંણસોની દશા પણ દુષ્ટોના જેવી જ થાય! એ તમને શોભે નહિ. હું જાણું છું આખી પૃથ્વીનો ન્યાય કરનાર સાચો ન્યાય કરશે.”

ઊત્પત્તિ 19:12

બંન્ને જણે લોતને કહ્યું, “શું આ નગરમાં કોઈ એવો માંણસ તમાંરા પરિવારનો છે? શું તમાંરા જમાંઈ, તમાંરી પુત્રીઓ કે અન્ય કોઈ તમાંરા પરિવારનો માંણસ છે? જો કોઈ બીજો માંણસ તમાંરા પરિવારનો આ નગરમાં રહેતો હોય તો તેને હમણાં જ આ નગર છોડી જવા કહી દો.

નિર્ગમન 18:9

યહોવાએ ઇસ્રાએલના લોકોને મિસરના લોકોના હાથમાંથી છોડાવીને તેમના પર જે ઉપકાર કર્યો હતો તે જાણીને યિથ્રો ખૂબ પ્રસન્ન થયો.

નિર્ગમન 18:19

હું તને સલાહ આપું છું, તારે શું કરવું જોઈએ, એ હું તને બતાવું છું. “હું દેવને પ્રાર્થના કરું છું કે દેવ તને મદદ કરે. તારે દેવ સમક્ષ એ લોકોના પ્રતિનિધિ થવું જોઈએ અને તે લોકોના પ્રશ્નો તેમની આગળ રજૂ કરવા જોઈએ.

ગણના 10:29

એક દિવસ મૂસાના સસરા મિધાની રેઉએલના પુત્ર હોબાબને મૂસાએ કહ્યું, “છેવટે દેવે અમને જે દેશ આપવાનું વચન આપ્યું હતું ત્યાં જવા માંટે અમે પ્રસ્થાન કરીએ છીએ. તમે પણ અમાંરી સાથે ચાલો. અમે તમાંરા શુભચિંતક બનીશું; કારણ કે યહોવાએ ઇસ્રાએલને અદભુત સુરક્ષા અને જનસમૂહ માંટે વચનો આપ્યાં છે.”

ગણના 16:26

“તમે આ દુષ્ટ માંણસોના તંબુઓથી આધા ખસી જાઓ. એમની કોઈ વસ્તુને અડશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપોને કારણે તમે પણ તેમની સાથે નાશ પામશો.”

ગણના 16:34

તેમની ચીસો સાંભળીને ત્યાં આસપાસ ઊભેલા બધાં ઇસ્રાએલીઓ ભયભીત થઈને ભાગવા માંડયા. રખેને તેઓને પણ “ધરતી હડપ કરી જાય.”

ગણના 24:21

પછી કેનીઓને જોયા પછી બલામે ભવિષ્યવાણી કરી:“તમાંરું આશ્રયસ્થાન લાગે છે તો સુરક્ષિત, તે ખડકોમાં બાંધેલા માંળા સમાંન છે.

ન્યાયાધીશો 1:16

કેની જાતિના લોકોએ જેઓ મૂસાના સસરાના કુટુંબના હતાં, ખજૂરીના શહેરમાં આવેલા પોતાના ઘરો છોડી દીધાં. તેઓ યહૂદાના લોકોની સાથે યહૂદાના વગડામાં અરાદની દક્ષિણે આવેલા નેગેબમાં ગયાં, કનાનીઓ ત્યાં જઈને યહૂદાના લોકો સાથે વસ્યા.

ન્યાયાધીશો 4:11

કેની જાતિના હેબેર જે બીજા કેની લોકોથી અલગ પડી ગયો હતો અને તેણે પોતાનો તંબુ કેદેશ નજીક એલોન-સાઅનાન્નીમની પાસે નાખ્યો હતો. કેનીઓ-મૂસાના સાળા હોબાબના વંશજો હતા.

ન્યાયાધીશો 5:24

હેબેર કેનીની પત્ની યાએલ બધી સ્ત્રીઓથી વધારે આશીર્વાદિત થશે, તંબુઓમાં રહેનારી સ્ત્રીઓમાં એ સૌથી વધુ ભાગ્યશાળી છે.

1 શમુએલ 27:10

આખીશ પૂછતો કે, “આજે તમે કયાં હુમલો કરવા જાવ છો?” અને દાઉદ કહેતો, “યહૂદાના દક્ષિણ પ્રદેશમાં,” અથવા “યરાહમએલીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.” અથવા “કેનીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.”

1 કાળવ્રત્તાંત 2:55

યાબ્બેસમાં વસતા લહિયાઓનઁા કુટુંબો: તિરઆથીઓ, શિમઆથીઓ અને સૂખાથીઓ. આ સર્વ બેથ રેખાબના કુટુંબના પૂર્વજ હામ્માથથી ઉતરી આવેલા કેનીઓ હતા.

નીતિવચનો 9:6

તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માગેર્ ચાલો.”

પ્રેરિતોનાં ક્રત્યો 2:40

પિતરે બીજા ઘણા શબ્દોથી તેઓને ચેતવણી આપી; તેણે તેઓને કહ્યું, “હાલમાં જે દુષ્ટ લોકો જીવી રહ્યા છે તેઓથી તમારી જાતનો બચાવ કરો!”

2 કરિંથીઓને 6:17

“તેથી તે લોકોથી વિમુખ થાઓ અને તમારી જાતને તેઓનાથી જુદી તારવો, એમ પ્રભુ કહે છે. જે કઈ નિર્મળ નથી તેનો સ્પર્શ ન કરો, અને હું તમને અપનાવીશ.” યશાયા 52:11

2 તિમોથીને 1:16

ઓનેસિફરસના કુટુંબ પર પ્રભુ દયા કરે એવી મારી પ્રાર્થના છે. ઓનેસિફરસે ઘણી વાર મને મદદ કરી છે. મારી કેદની સજાને કારણે તે શરમિંદો થયો ન હતો.

પ્રકટીકરણ 18:14

‘ઓ બાબિલોન, તમે જે સારી વસ્તુઓની ઈચ્છા છે તે તારી પાસેથી દૂર થઈ છે. તારી બધી કિંમતી અને સુંદર વસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ છે. તને ફરીથી તે વસ્તુઓ કદાપિ મળશે નહિ.’

Interlinear

Choose Theme