1 શમુએલ 14:33 · ગુજરાતી બાઇબલ
કોઈકે શાઉલને કહ્યું, “તારા લોકો રકત સાથે માંસ ખાઈને યહોવાની વિરુદ્ધ પાપ કરે છે.”શાઉલે કહ્યું, “તમે પાપ કર્યું છે! એક મોટો પથ્થર લાવીને અહીં મુકો.”
Cross references
ઊત્પત્તિ 9:4
હું તમને જયાં સુધી તે પ્રાણીમાં જીવ (લોહી) હોય ત્યાં સુધી તેને ન ખાવા આજ્ઞા કરું છું.
માથ્થી 7:5
ઓ ઢોંગી તું પહેલાં તારી આંખમાંનો મોટો ભારોટિયો દૂર કર, પછી તું સારી રીતે જોઈ શકીશ. અને તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢી શકીશ.
રોમનોને પત્ર 2:1
જો તમે એમ માનતા હો કે તમે બીજા લોકોનો ન્યાય કરી શકો છો, તે એ તમારી ભૂલ છે. તમે પોતે પણ પાપથી અપરાધી થયેલા છો. તમે બીજા લોકોનો ન્યાય કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તેઓની માફક તમે પણ ખરાબ કર્મો કરવામાં રચ્યાપચ્યા રહો છો. બીજા લોકોને અપરાધી સિદ્ધ કરવાની પ્રવૃતિ કરીને ખરેખર તો તમે પોતે અપરાધી ઠરો છો.