Home Bibles 1 શમુએલ 14:32 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 14:32 · ગુજરાતી બાઇબલ

પરંતુ ઇસ્રાએલીઓ ભૂખથી અર્ધા થઈ ગયા હોવાથી લૂંટ ઉપર તૂટી પડયા, અને ઘેટાં, બળદ અને વાછરડાં લઈને તેમને જમીન ઉપર વાઢી નાખ્યા, અને લોહી સાથે જ માંસ ખાવા લાગ્યા,

Cross references

ઊત્પત્તિ 9:4

હું તમને જયાં સુધી તે પ્રાણીમાં જીવ (લોહી) હોય ત્યાં સુધી તેને ન ખાવા આજ્ઞા કરું છું.

લેવીય 3:17

તમે ગમે ત્યાં નિવાસ કરતા હો, તમાંરી બધી જ પેઢીઓ માંટે તમાંરા દેશમાં સર્વત્ર આ કાયમી નિયમ છે; તમાંરે કદી પણ ચરબી કે લોહી ખાવા નહિ.”

લેવીય 7:26

“તમે ગમે ત્યાં રહેતા હોય, પણ તમાંરે પશુનું કે પંખીનું લોહી ખાવું નહિ.

લેવીય 17:10

“અને જો કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે વસતો વિદેશી લોહીવાળું માંસ જમશે, તો હું (દેવ) તેની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી જુદો કરીશ. કારણ લોહી એ જ પ્રાણીનો પ્રાણ છે.

લેવીય 19:26

“તમાંરે લોહીવાળું માંસ ખાવું નહિ, તેમજ કામણ ટૂમણ પણ કરવું નહિ, તેમજ તમાંરે જ્યોતિષીઓ કે જાદુગરો પાસે જવું નહિ.

પુનર્નિયમ 12:16

એનું લોહી તમાંરે ખાવું નહિ, એ તમાંરે પાણીની જેમ જમીન પર રેડી દેવુ.

પુનર્નિયમ 12:23

પરંતુ તમાંરે તેનું લોહી કદી પણ ખાવું નહિ, કારણ કે, લોહીમાં જ જીવ છે, અને તમાંરે તે માંસ નથી જ ખાવાનું જેમાં જીવ છે.

1 શમુએલ 15:19

તો પછી તેઁ યહોવાની આજ્ઞા કેમ માંની નહિ? તું શા માંટે લૂંટ કરવા તૂટી પડયો, અને યહોવાની નજરમાં ગુનો ગણાય તેવું તેં શા માંટે કર્યુ?”

યર્મિયાનો વિલાપ 33:25

“માટે તું તેઓને કહે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: ‘તમે લોહીવાળું માંસ ખાઓ છો, મૂર્તિપૂજા કરો છો અને ખૂન કરો છો. છતાં શું તમે એમ માનો છો કે હું તમને દેશ પાછો આપીશ?

પ્રેરિતોનાં ક્રત્યો 15:20

તેને બદલે, આપણે તેઓને પત્ર લખવો જોઈએ. આપણે તેઓને આ બાબતો કહેવી જોઈએ:મૂર્તિઓને ધરાવેલો ખોરાક તેઓએ ખાવો નહિ. (આનાથી ખોરાક અશુદ્ધ બને છે.) કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. લોહીવા ચાખો (ખાઓ) નહિ. ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાઓ નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 15:29

એટલે કે, મૂર્તિઓને ધરાવવામાં આવેલ ખોરાકને ખાઓ નહિ. (આ ખોરાકને અશુદ્ધ બનાવે છે.) લોહીને ચાખો નહિ. ગૂંગળાવીને મારી નાંખેલા પશુઓને ખાશો નહિ.કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. જો આ બધી વસ્તુઓથી તમે દૂર રહેશો તો તમારું ભલું થશે. હવે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.

Interlinear

Choose Theme