Home Bibles 1 શમુએલ 14:15 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 14:15 · ગુજરાતી બાઇબલ

પલિસ્તીઓની છાવણીમાં, અને સમગ્ર સૈન્યમાં ભય વ્યાપી ગયો. સૈનિક ટોળીઓના માંણસો થથરી ગયા. ધરતી ધ્રૂજવા લાગી. ભયંકર ભીતિ ફેલાઈ ગઈ.

Cross references

ઊત્પત્તિ 35:5

યાકૂબ અને તેના પુત્રોએ તે જગ્યા છોડી દીધી. તે ભૂમિના લોકો તેમનો પીછો કરીને તેમને માંરી નાખવા માંગતા હતા. પરંતુ તેઓ ખુબજ ભયભીતહતા તેથી તેઓએ યાકૂબનો પીછો કર્યો નહિ.

નિર્ગમન 19:18

અગ્નિરૂપે યહોવા સિનાઈ પર્વત ઉપર ઊતર્યા, એટલે આખો પર્વત બહુ કંપ્યો. તે ઘુમાંડો ભઠ્ઠીના ઘુમાંડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી ધ્રૂજવા લાગ્યો.

લેવીય 26:36

જે લોકો તમાંરામાંથી બચી જઈને દુશ્મનોના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે, ને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ભોંય પર ઢળી પડશે.

યહોશુઆ 2:9

“મને ખબર છે કે યહોવાએ તમને આ દેશ આપી દીધો છે. અને અમે બધાં તમાંરાથી ડરી ગયાં છીએ, અને તમાંરા આવવાથી દેશના વતનીઓ થરથર ધ્રૂજી ગયા છે.

ન્યાયાધીશો 7:21

પ્રત્યેક માંણસ છાવણીની ફરતે ગિદિયોનના બધાં માંણસો પોતાની જગ્યાએ ઊભા રહ્યાં. મિદ્યાની છાવણીના બધાં લોકો ભયથી ચીસ પાડીને ભાગવા લાગ્યાં.

1 શમુએલ 13:17

પલિસ્તીઓની છાવણીમાંથી ધાડપાડુઓની ત્રણ ટુકડીઓ બહાર પડી. એક ટુકડી શૂઆલ જિલ્લામાં આવેલા ઓફાહ ભણી ગઈ.

1 શમુએલ 13:23

પછી પલિસ્તીઓની એક ટૂકડી મિખ્માંશ ઘાટનું રક્ષણ કરવા પહોંચી ગઈ.

2 શમએલ 5:24

જયારે તું ઝાડની ટોચ ઉપરથી યુદ્ધમાં કૂચ કરવા જતો હોય તેવો પલિસ્તીઓનો અવાજ સાંભળે ત્યારે આગળ વધજે, કારણ કે, યહોવા તારી આગળ હશે અને પલિસ્તીઓની સેના તેનાથી હારી જશે.”

2 રાજઓ 7:6

કારણ, યહોવાએ એવું કર્યું કે અરામીઓને રથો, ઘોડાઓ અને મોટા સૈન્યના અવાજ જેવો અવાજ સંભળાયો, અને તેથી છાવણીમાં વાત ફેલાઈ ગઈ કે, “ઇસ્રાએલના રાજાએ હિત્તીઓના અને મિસરના રાજાઓને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”

2 રાજઓ 7:7

તેથી સંધ્યાકાળે જ તેઓ તેમના ઘોડાઓ, તંબુઓ અને બીજી બધી વસ્તુઓ છોડીને ભાગી ગયા, અને તેઓએ તેમનો પડાવ છોડી દીધો અને તેમનો જીવ બચાવવા માટે ભાગી ગયા.

અયૂબ 18:11

એની ચારેકોર ભય તેની પર ત્રાટકવા ટાંપી રહ્યાં છે. દરેક પગલું તેની પાછળ તે ભરે છે.

ગીતશાસ્ત્ર 14:5

જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે, કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.

દારિયેલ 5:6

તે ભયથી તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેનાં ગાત્રો શિથિલ થઇ ગયાં, અને તેના ઢીંચણ એકબીજા સાથે અથડાવા લાગ્યાં.

માથ્થી 24:6

પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે.

માથ્થી 27:50

ફરીથી ઈસુએ મોટા સાદે, બૂમ પાડી. પછી તે મરણ પામ્યો.

Interlinear

Choose Theme