Home Bibles 1 શમુએલ 13:23 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 13:23 · ગુજરાતી બાઇબલ

પછી પલિસ્તીઓની એક ટૂકડી મિખ્માંશ ઘાટનું રક્ષણ કરવા પહોંચી ગઈ.

Cross references

1 શમુએલ 13:2

તેણે ઇસ્રાએલમાંથી 3,000 સૈનિકોની ભરતી કરી. તેમાંના 2,000 પોતાની સાથે બેથેલ પહાડી દેશમાં મિખ્માંશમાં રાખ્યા. જયારે બાકીના હજારનું સૈન્ય શાઉલનો પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના પ્રદેશના ગિબયાહમાં રાખ્યું. બાકીના સૈનિકોને શાઉલે પોતપોતાને ઘેર મોકલી દીધા.

1 શમુએલ 13:5

પલિસ્તીઓ ઇસ્રાએલ ઉપર હુમલો કરવા માંટે ભેગા થયા. તેમની પાસે 3,000 રથ, 6,000 ઘોડેસ્વાર અને દરિયાકાંઠાની રેતીની જેમ અગણિત પાયદળ હતું. તેમણે બેથ આવેનની પૂર્વમાં મિખ્માંશ જઈને છાવણી નાખી.

1 શમુએલ 14:1

એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના શસ્ત્ર ઉપાડનાર માંણસને કહ્યું, “ચાલ, આપણે પેલી બાજુ પર આવેલી પલિસ્તીઓની ચોકીએ જઈએ.” પરંતુ તેણે એ વિષે પોતાના પિતાને કશું કહ્યું નહિ.

1 શમુએલ 14:4

યોનાથાન ઘાટીમાં થઈને પલિસ્તીઓની છાવણીમાં જવાની યોજના કરતો હતો. ધાટીની બન્ને બાજુએ મોટા ખડકો હતા. આ ખડકોના નામ બોસેસ અને સેનેહ હતા.

2 શમએલ 23:14

બીજીવાર ત્યારે દાઉદ ગઢમાં રહેતો હતો. પલિસ્તી સૈનિકોની ટૂકડી બેથલેહેમમાં હતી.

યશાયા 10:28

તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઇને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.

યશાયા 10:29

તેઓ ખીણની પાર આવ્યા છે; ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે; રામા થથરે છે, શાઉલનું ગિબયાહ નાસાનાસ કરે છે;

Interlinear

Choose Theme