Home Bibles 1 શમુએલ 11:4 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 11:4 · ગુજરાતી બાઇબલ

પછી કાસદોએ શાઉલના ગિબયાહમાં આવીને લોકોને આ સમાંચાર કહ્યા; ત્યારે બધા લોકો મોટે સાદે આક્રંદ કરવા લાગ્યા.

Cross references

ન્યાયાધીશો 2:4

દેવદૂતે બધા ઈસ્રાએલીઓને આ શબ્દો સંભળાવ્યા એટલે તેઓ મોટે સાદે રડવા લાગ્યા:

ન્યાયાધીશો 21:2

હવે ઈસ્રાએલીઓ બેથેલમાં સાથે મળ્યા અને દેવ સમક્ષ, સાંજ સુધી મોટેથી રડ્યા, અને મોટા સાદે કહેવા લાગ્યા:

1 શમુએલ 10:26

શાઉલ પણ પાછો પોતાને ઘેર ગિબયાહમાં ગયો; તેની સાથે કેટલાક યોદ્ધાઓ ગયા. જેમના હૃદયમાં દેવે શાઉલ પ્રત્યે વફાદારી જગાડી હતી.

1 શમુએલ 14:2

શાઉલે પહાડની કિનારે આવેલા મિગ્રોનમાં દાડમના ઝાડ નીચે મુકામ કર્યો હતો. તે ખળાની નજીક હતું. તેની સાથે લગભગ 600 સૈનિકો હતાં.

1 શમુએલ 15:34

પછી શમુએલ રામાંમાં ચાલ્યો ગયો અને, રાજા શાઉલ પોતાને ઘેર ગિબયાહમાં ગયો.

1 શમુએલ 30:4

દાઉદ અને તેની સાથેના માંણસો મોટેથી રડવા લાગ્યા અને એટલું રડયા કે અંતે રડવાની શકિત જ ન રહી.

2 શમએલ 21:6

એટલે તમે અમને તેના સાત પુત્રો સુપ્રત કરો અને અમે તેમને યહોવાએ પસંદ કરેલા રાજા શાઉલના ગામ ગિબયાહમાં લઇ જઇશું અને ફાંસી આપીશું.”રાજાએ કહ્યું. “હું તેઓને તમને સોંપી દઈશ.”

1 કાળવ્રત્તાંત 12:3

તેમના નાયકો ગિબયાથી શમાઆહના પુત્ર અહીએઝેરા અને યોઆશ હતા.યોદ્ધાઓ નીચે પ્રમાણે હતા: આઝમાવેથના પુત્ર યઝીએલ અને પેલેટ. અનાથોથના બરાખાહ અને યેહૂ,

રોમનોને પત્ર 12:15

બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો.

1 કરિંથીઓને 12:26

જો શરીરનો એક અવયવ પીડાય તો તેની સાથે શરીરના બીજા બધાજ અબયવોને પણ વેદના થશે. અથવા શરીરનો કોઈ એક અવયવ સન્માનિત થાય તો બીજા બધા જ અવયવો પણ આનંદ પામે છે.

ગલાતીઓને પત્ર 6:2

તમારી મુશ્કેલીઓમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે તમે આમ કરો ત્યારે વાસ્તવમાં ખ્રિસ્તના નિયમને અનુસરો છો.

હિબ્રૂઓને પત્ર 13:3

જેઓ કારાવાસમાં છે તેઓને ભૂલો નહિ, જાણે તમે તેઓની સાથે જેલમાં હોય એમ તેઓની યાતનાઓના સહભાગી બનો. અત્યાચાર સહન કરે છે તેઓની સ્થિતિમાં તમે પણ છો એમ માની તેઓના દુ:ખમાં સહભાગી બનો.

Interlinear

Choose Theme