Home Bibles 1 શમુએલ 1:26 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 1:26 · ગુજરાતી બાઇબલ

હાન્નાએ કહ્યું, “માંરા મુરબ્બી, હું સમ ખઇને કહું છું કે હું સાચું બોલી રહી છું. હું એજ સ્રી છું જે તમાંરી પાસે ઊભી હતી અને યહોવાને પ્રાર્થના કરતી હતી.

Cross references

ઊત્પત્તિ 42:15

એટલા માંટે તમાંરી પરીક્ષા કરવામાં આવશે; ફારુનના જીવના સમ ખાઈને કહું છું કે, તમાંરો સૌથી નાનો ભાઈ અહીં ન આવે, ત્યાં સુધી તમાંરે અહીંથી જવાનું નથી. તમાંરામાંથી ગમે તે એક જણને મોકલીને તમાંરા ભાઈને બોલાવો.

1 શમુએલ 17:55

જયારે શાઉલે દાઉદને ગોલ્યાથની સામે લડવા જતો જોયો ત્યારે તેણે તેના સેનાપતિ આબ્નેરને સવાલ કર્યો, “આબ્નેર, એ જુવાન કોણ છે?”આબ્નેરે જવાબ આપ્યો, “નામદાર, આપના સમ, એ કોણ છે, હું જાણતો નથી.”

1 શમુએલ 20:3

દાઉદે જવાબ આપ્યો, “તારા પિતા બરાબર જાણે છે; કે તું માંરો સાચો મિત્ર છે. તેથી તેણે એમ વિચાર્યુ હશે કે, ‘તને આની ખબર પડવી જોઈએ નહિ. નહિ તો તને દુ:ખ થશે અને એ વિષે તું મને કહીશ.’ પણ હું તને યહોવાના સમ ખાઈને કહું છું, તારા સમ ખાઈને કહું છું કે, માંરી અને મોતની વચ્ચે એક પગલાનું જ અંતર છે.”

1 શમુએલ 25:26

અને, માંરા માંલિક, યહોવાએ જ આપને ખૂનરેજીથી અને પોતાને હાથે વેરનો બદલો લેવાથી રોકયા છે. હું યહોવાના અને આપના સમ ખાઈને કહું છું કે આપના દુશ્મનો અને આપનું ભૂંડું ઇચ્છનારાઓના હાલ નાબાલ જેવા થશે.

2 શમએલ 11:11

ઊરિયાએ પ્રત્યુ્ત્તર આપ્યો, “પવિત્રકોશ, ઇસ્રાએલના અને યહુદાના સેનાપતિઓ મંડપમાં રહે છે. તથા અધિકારી યોઆબ અને રાજાના અમલદારો ખુલ્લામાં છાવણી નાંખી પડયા છે, તેથી હું ઘેર જઈ ખાઈ-પીને પત્ની સાથે સૂવા જાઉં? તે સારું ન કહેવાય હું સમ ખાઇને કહું છું કે, એવું હું કદી નહિ કરું.”

2 શમએલ 14:19

રાજાએ પૂછયું, “આ બધામાં તારી સાથે યોઆબ સંડોવાયેલ છે?”સ્ત્રીએ કહ્યું, “આપના સમ ધણી, આપના પ્રશ્ર્નનો ઉત્તર ટાળી શકાય તેમ નથી. માંરે સાચું જ કહેવું પડશે, આપના સેવક યોઆબે જ મને અહીં મોકલી છે. અને આમ કહેવા કહ્યું છે.

2 રાજઓ 2:2

એલિયાએ એલિશાને કહ્યું કે, “તું અહીં રહે, કારણ કે યહોવાએ મને બેથેલમાં જવાનું કહ્યું છે.”પણ એલિશાએ કહ્યું કે, “યહોવાના અને તમાંરા સમ કે, હું તમને છોડીને જવાનો નથી.”

2 રાજઓ 2:4

પછી એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રોકાઈ જા, યહોવા મને યરીખો મોકલે છે.”એલિશાએ ફરીથી જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ યરીખો ગયા.

2 રાજઓ 2:6

એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રહી જા, યહોવા તો મને યર્દન મોકલે છે.”પણ તેણે જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ આગળ ચાલ્યા.

2 રાજઓ 4:30

પણ છોકરાની માંતાએ કહ્યું, “યહોવાના સમ, તમાંરા સમ; હું આપને છોડવાની નથી. આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો.

1 કાળવ્રત્તાંત 4:10

યાબેસે ઇસ્રાએલના દેવને પ્રાર્થના કરી કે, હું તમને, પ્રાર્થના કરું છું કે, તમે મને આશીર્વાદ આપો અને મારી ભૂમિનો વિસ્તાર કરો, “તમે મારી સાથે રહો અને મને ગૌચર ભૂમિ આપો જેથી મને પરિશ્રમ કરવો ન પડે.” દેવે તેની પ્રાર્થના માન્ય રાખી.

Interlinear

Choose Theme