1 રાજઓ 7:30 · ગુજરાતી બાઇબલ
દરેક ઘોડીને કાંસાના ચાર પૈડા હતાં. અને તેની ધરી પણ કાંસાની હતી. મેજને ચાર ખૂણા હતાં જેને ગાળેલા પીતળમાંથી બનાવેલા ચાર ટેકાઓ મૂક્યાં હતાં. એ હાથા પર ફુલ વેલની ભાત કોતરેલી હતી.
Cross references
યર્મિયાનો વિલાપ 1:15
આ સર્વ હું નિહાળી રહ્યો હતો ત્યારે મેં દરેક પ્રાણીની પાસે એક એમ ચાર પૈડાં જમીનને અડેલા જોયાં.
યર્મિયાનો વિલાપ 3:13
મેં હવામાં પ્રાણીઓની પાંખો એકબીજા સાથે અથડાવાનો મોટો અવાજ સાંભળ્યો, અને, તેમની પાછળ પૈડાંઓના ગડગડાટ પણ સંભળાતા હતા.
યર્મિયાનો વિલાપ 10:9
મેં જોયું તો પ્રત્યેક કરૂબ પાસે એક એમ ચાર પૈડા હતાં અને તે પૈડા સોનેરી પોખરાજ રત્નની જેમ ઝળહળતાં હતાં.
યર્મિયાનો વિલાપ 10:10
બધાં પૈડાની રચના એક સરખી દેખાતી હતી; અને એક પૈડાની અંદર બીજું પૈડું ગોઠવ્યું હોય તેમ લાગતું હતું.