અને એ તખતીઓ પર, સિંહો, બળદો અને કરૂબો ચીતરેલા હતા. એ સિંહો, બળદો અને કરૂબોની પર અને નીચે વેલ અને ફુલની કોતરણીવાળી ઝાલરો હતી.
Cross references
યહોવા દેવે આદમને બાગની બહાર કાઢી મૂકયો. અને પછી દેવે બાગના દરવાજાની ચોકી કરવા માંટે સ્વર્ગના દૂતોને મૂકયા. યહોવા દેવે ત્યાં એક અગ્નિમય સતત વીંઝાતી તરવાર પણ મૂકી, જે તરવાર જીવનના વૃક્ષના માંર્ગની ચોકી કરતી ચારેબાજુએ ચમકતી હતી.
અને બે કરૂબ દેવદૂતો ટીપેલા સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવવા.
તેણે બે કરૂબદેવદૂતોની આકૃતિઓ સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવી.
તેઓએ એ બંન્ને કરૂબોને મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં ગોઠવ્યા હતાં. કરૂબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક દેવદૂતની પાંખ એક ભીંતને અને બીજા દેવદૂતની પાંખ બીજી ભીંતને અડતી હતી, અને તેમની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને મળતી હતી.
કાંસાના બનાવેલા 12 બળદ પર હોજ મૂકેલો હતો. ત્રણ બળદનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં દક્ષિણ તરફ ત્રણનાં પશ્ચિમ તરફ અને ત્રણનાં પૂર્વ તરફ હતા. તેઓની પૂંછડી અંદરની બાજુએ હતી.
પ્રત્યેક પ્રાણીને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુ સિંહનું મુખ, ડાબી બાજુ બળદનું મુખ અને પાછળની તરફ ગરૂડનુ મુખ હતું.
દરેક કરૂબને ચાર મોઢાં હતાં, પહેલું મોઢું કરૂબનું હતું, બીજું માણસનું હતું, ત્રીજું સિંહનું હતું અને ચોથું ગરૂડનું હતું.
પહેલાં એક ખજૂરીનું વૃક્ષ અને પછી એક કરૂબ એ ક્રમમાં આખા મંડપની ફરતે કોતરેલું હતું. દરેક કરૂબને બે મોઢાં હતાં.
માણસનું મોઢું એક બાજુના ખજૂરીવૃક્ષ તરફ હતું અને સિંહનું મોઢું બીજી બાજુના ખજૂરીવૃક્ષ તરફ હતું. આખી ભીત ઉપર આ પ્રમાણે કોતરેલું હતું.
કારણ સિંહની જેમ હું એફ્રાઇમ અને યહૂદાના લોકો પર આક્રમણ કરીશ. હું મારી જાતે તેમને ટુકડાઓમાં ભાંગી નાખીશ અને દૂર ફેંકી દઇશ. હું તેઓને જ્યારે લઇ જઇશ ત્યારે તેઓની રક્ષા કોઇ કરી શકશે નહિ.
અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી.
તમે પણ જીવંત પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવ તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવની સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો આપો.
ત્યાં રાજ્યાસનની આગળ કાચના સમુદ્ર જેવું કાંઈક હતું. તે સ્ફટીકના જેવું સ્વચ્છ હતું. રાજ્યાસનની સામે અને તેની દરેક બાજુએ ત્યાં ચાર જીવતાં પ્રાણીઓ હતાં. આ જીવતાં પ્રાણીઓને તેમની બધી બાજુએ આગળ પાછળ આંખો હતી.
પરંતું વડીલોમાંના એકે મને કહ્યું કે, “રડીશ નહિ! યહૂદાના કુટુંબના સમુહમાથી તે સિંહે (ખ્રિસ્તે) વિજય પ્રાપ્ત કર્યો છે. તે દાઉદનો વંશજ છે. તે ઓળિયું તથા તેની સાત મુદ્રાઓને ખોલવાને શકિતમાન છે.”