તેણે એક મકાન બંધાવ્યું જેનું નામ “લબાનોનનું વનગૃહ” રાખ્યું. તેની લંબાઈ 100 હાથ, પહોળાઈ 50 હાથ અને ઊંચાઈ 30 હાથ હતી. તે દેવદારના સ્તંભોની ચાર હારમાંળાઓ પર ટેકવેલું હતું. આ સ્તંભો પર પાટડાઓની હાર હતી.
Cross references
તેમજ પોતાનાં બધાં ભંડારનાં નગરો, તેમજ જે શહેરોમાં એ પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરૂશાલેમ લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે એણે જે કંઈ બંધાવવા વિચાર્યુ હતું તે બધું પણ તેણે બંધાવ્યું.
વળી તેણે બીજી 300 નાની ઢાલો બનાવી, એ પ્રત્યેક નાની ઢાલમાં પોણાબે કિલો પર સોનું વપરાયું હતું. આ સઘળી ઢાલને તેણે પોતાના રાજમહેલમાં ‘લબાનોનના વનગૃહ’ નામની જગ્યામાં રાખી હતી.
રાજા સુલેમાંનના બધા પ્યાલાઓ શુદ્ધ સોનાના બનેલા હતા, અને લબાનોનના વનગૃહની દરેક વસ્તુઓ શુદ્વ સોનાની બનાવેલી હતી. ચાંદી બિલકુલ વાપરવામાં આવી નહોતી, કારણ, સુલેમાંનના જમાંનામાં તેની કશી કિંમત નહોતી.
વળી તેણે ટીપેલાં સોનાની 300 નાની ઢાલો ઘડાવી અને એવી દરેક ઢાલો આશરે પોણાચાર પૌન્ડ સોનાની બનેલી હતી. એ ઢાલો તેણે લબાનોનના ‘વનગૃહ’ કહેવાતા મહેલમાં મૂકાવી.
હાથીદાંતના બુરજ જેવી છે તારી ગરદન; તારી આંખો જાણે બાથ-રાબ્બીમના નગર દરવાજા પાસે આવેલા હેશ્બોનના ઝરા! તાંરુ નાક જાણે દમસ્કની ચોકી કરતો લબાનોનનો બુરજ!