1 રાજઓ 10:17 · ગુજરાતી બાઇબલ
વળી તેણે બીજી 300 નાની ઢાલો બનાવી, એ પ્રત્યેક નાની ઢાલમાં પોણાબે કિલો પર સોનું વપરાયું હતું. આ સઘળી ઢાલને તેણે પોતાના રાજમહેલમાં ‘લબાનોનના વનગૃહ’ નામની જગ્યામાં રાખી હતી.
Cross references
1 રાજઓ 7:2
તેણે એક મકાન બંધાવ્યું જેનું નામ “લબાનોનનું વનગૃહ” રાખ્યું. તેની લંબાઈ 100 હાથ, પહોળાઈ 50 હાથ અને ઊંચાઈ 30 હાથ હતી. તે દેવદારના સ્તંભોની ચાર હારમાંળાઓ પર ટેકવેલું હતું. આ સ્તંભો પર પાટડાઓની હાર હતી.
1 રાજઓ 14:26
અને તેણે યહોવાના મંદિરના અને રાજમહેલના બધા ભંડારો લૂંટી ગયો. તેણે સોનાની ઢાલો જે સુલેમાંને બનાવડાવી હતી તે લઇ લીધી.
યશાયા 22:8
યહૂદા રક્ષણ વગરનું નિરાધાર થઇ ગયું. અને તે દિવસે તમે શસ્ત્રાગારમાં સંઘરેલા શસ્ત્રો તપાસી જોયાં.