Home Bibles 1 રાજઓ 4:31 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 4:31 · ગુજરાતી બાઇબલ

એથામ એઝ્હી તથા માંહોલના પુત્રો હેમાંન, કાલ્કોલ, અને દાર્દા જ્ઞાનીઓ હતાં પરંતુ તેમના કરતાં સુલેમાંન અધિક જ્ઞાની હતો. આજુબાજુની પ્રજાઓમાં તેની કીતિર્ પ્રસરેલી હતી.

Cross references

1 રાજઓ 3:12

અને એટલે જ જો, હું તારી માંગણી પૂરી કરું છું. હું તને એવું ડહાપણ અને સમજ શકિતવાળું હૃદય આપું છું કે, તારા પહેલાં તારા જેવો કોઈ થયો નથી અને તારા પછી કોઈ થવાનો નથી.

1 રાજઓ 5:7

જયારે હીરામે સુલેમાંનનો સંદેશો સાંભળ્યો ત્યારે તે ખૂબ પ્રસન્ન થયો; તેણે કહ્યું, “યહોવાની સ્તુતિ થજો! કારણકે તેમણે દાઉદને આ મહાન પ્રજા પર રાજ્ય કરવા એક શાણો પુત્ર આપ્યો છે.”

1 રાજઓ 10:1

સુલેમાંનની કીતિર્ સાંભળીને શેબાની રાણીએ સુલેમાંનને અટપટા પ્રશ્ર્નો પૂછીને તેના જ્ઞાનની કસોટી કરવાનો નિર્ણય કર્યો.

1 રાજઓ 10:6

અને તેણે રાજાને કહ્યું, “મેં માંરા દેશમાં તમાંરે વિષે તથા તમાંરા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું.

1 કાળવ્રત્તાંત 2:6

ઝેરાહના પુત્રો: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ અને દાશ; તેઓ બધા થઇને કુલ પાંચ હતા.

1 કાળવ્રત્તાંત 6:33

ગાયકગણોના આગેવાનોનાં નામ અને કુટુંબ: ગાયકગણનો આગેવાન હેમાન કહાથના કુટુંબનો હતો, તેના પૂર્વજો: યોએલ - શમુએલનો પુત્ર;

1 કાળવ્રત્તાંત 15:17

આથી લેવીઓએ નીચેના સંગીતકારોની નિંમણૂક કરી; હેમાન- યોએલનો પૂત્ર, આસાફ- બેરેખ્યાનો પુત્ર અને મરારીના કુટુંબમાંથી કૂશાયાનો પુત્ર એથાન.

1 કાળવ્રત્તાંત 15:19

આ સંગીતકારોમાંથી હેમાન, આસાફ અને એથાને કાંસાનાં ઝાંઝ વગાડવાના હતા;

2 કાળવ્રત્તાંત 9:23

સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ દેવે સુલેમાનને જે જ્ઞાન આપ્યું હતું તે સાંભળવા માટે એના દરબારમાં આવતા,

ગીતશાસ્ત્ર 88:1

હે યહોવા, મારા તારણના દેવ, મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.

ગીતશાસ્ત્ર 89:1

યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ, સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.

માથ્થી 4:24

ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા, આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને, તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં; અને ઈસુએ તે બધાને સાજા કર્યા.

માથ્થી 12:42

“ન્યાયના દિવસે શેબાની રાણી આજની પેઢીના તમારા લોકો સાથે ઊભી રહેશે કારણ કે ઘણે દૂરથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી. અહીં સુલેમાન કરતાં પણ એક મોટો છે.

લૂક 11:31

“ન્યાયના દિવસે દક્ષિણની રાણીઆ પેઢીના માણસો સાથે ઊભી રહેશે. તે બતાવશે કે તેઓ ખોટા છે. શા માટે? કારણ કે દૂર દૂરથી તે સુલેમાનનું જ્ઞાન ધ્યાનથી સાંભળવા આવી. અને હું તમને કહું છું કે હું સુલામાન કરતા મોટો છું.

કલોસ્સીઓને પત્ર 2:3

ખ્રિસ્તમાં બધા જ જ્ઞાન તથા બુદ્ધિનો ખજાનો સુરક્ષિત રખાયેલો છે.

Interlinear

Choose Theme