Home Bibles 1 રાજઓ 21:5 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 21:5 · ગુજરાતી બાઇબલ

તેની પત્ની ઇઝેબેલે તેની પાસે આવીને કહ્યું, “તમે આટલા બધા ઉદાસ કેમ છો? અને તમે ખાવાની ના કેમ પાડો છો?”

Cross references

ઊત્પત્તિ 3:6

સ્ત્રીએ જોયું કે, વૃક્ષ સુંદર છે અને તેનાં ફળ પણ ખાવા માંટે સારાં છે અને વૃક્ષ તેને બુદ્વિશાળી બનાવશે. પછી સ્ત્રીએ તે વૃક્ષનું ફળ લીધું અને ખાધું. તેનો પતિ પણ તેની સાથે હતો, તેથી તેણીએ થોડાં ફળ તેને પણ આપ્યાં અને તેણે પણ તે ખાધાં.

2 શમએલ 13:4

એક દિવસે તેણે આમ્નોનને કહ્યું, “ઓ રાજકુમાંર, તું દિવસે દિવસે આમ સુકાતો કેમ જાય છે? તું રાજાનો પુત્ર છે મને મહેરબાની કરીને કહે તો ખરો?”ત્યારે આમ્નોને કહ્યું, “હું માંરા ભાઈ આબ્શાલોમની બહેન તામાંરના પ્રેમમાં છું.”

1 રાજઓ 16:31

તેને માંટે નબાટના પુત્ર યરોબઆમના પગલે ચાલવું એ પૂરતું ન હતું. તેથી તેણે ઇઝેબેલ સાથે લગ્ન કર્યા જે સિદોનના રાજા એથ્બઆલની પુત્રી હતી, અને બઆલ દેવની પૂજા કરી હતી.

1 રાજઓ 18:4

જયારે રાણી ઇઝેબેલ યહોવાના પ્રબોધકોને માંરી નાખતી હતી, ત્યારે તેણે એકસો પ્રબોધકોને આશ્રય આપ્યો, અને દરેક ગુફામાં 50 પ્રબો 50 ધકો એમ બે ગુફામાં તેઓને સંતાડ્યાં, અને તેમને અનાજપાણી પૂરાં પાડયાં હતાં.

1 રાજઓ 19:2

પછી ઈઝેબેલે કાસદ મોકલી એલિયાને કહેવડાવ્યું કે, “તેં જેમ તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું તારા પ્રાણ આવતી કાલે રાત્રે બરાબર આવી જ રીતે આ સમય પહેલા હું તને માંરી નાખીશ.’ જો હું તેમ નહિ કરૂં તો, ભલે દેવ તેવું જ અને તેનાથી વધારે ખરાબ માંરા પ્રત્યે કરે.”

1 રાજઓ 21:25

આહાબ જેવું બીજું કોઈ નહોતું. દેવની દૃષ્ટિમાં જે પાપ હતું તે કરવા માંટે સંપૂર્ણ રીતે તે સમપિર્ત થઈ ગયો હતો, કેમકે તેની પત્ની ઈઝેબેલ સર્વ પ્રકારની દુષ્ટતા કરવા તેને ઉત્તેજન આપતી હતી.

નહેમ્યા 2:2

તેથી, રાજાએ મને સવાલ કર્યો, “તું આવો ઉદાસ શા માટે દેખાય છે? તું માંદો તો લાગતો નથી, એટલે જરૂર તારા મનમાં કોઇ ભારે ખેદ હોવો જોઇએ.”આ સાંભળી હું બહુ ગભરાઇ ગયો.

એસ્તેર 4:5

પછી એસ્તેરે રાજાએ તેણીની સેવામાં નીમેલા ખોજા હથાખને બોલાવી, તેને મોર્દખાય પાસે જઇ તેને શેની તકલીફ છે અને શાથી, તે પૂછી લાવવાની આજ્ઞા કરી.

Interlinear

Choose Theme