Home Bibles ઊત્પત્તિ 3:6 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 3:6 · ગુજરાતી બાઇબલ

સ્ત્રીએ જોયું કે, વૃક્ષ સુંદર છે અને તેનાં ફળ પણ ખાવા માંટે સારાં છે અને વૃક્ષ તેને બુદ્વિશાળી બનાવશે. પછી સ્ત્રીએ તે વૃક્ષનું ફળ લીધું અને ખાધું. તેનો પતિ પણ તેની સાથે હતો, તેથી તેણીએ થોડાં ફળ તેને પણ આપ્યાં અને તેણે પણ તે ખાધાં.

Cross references

ઊત્પત્તિ 3:12

પુરુષે કહ્યું, “તમે જે સ્ત્રી માંરા માંટે બનાવી, તેણે મને એ વૃક્ષનાં ફળ આપ્યાં, ને મેં ખાધાં.”

ઊત્પત્તિ 3:17

પછી યહોવા દેવે મનુષ્યને કહ્યું:“મેં તને આજ્ઞા કરી હતી કે, તું આ વિશિષ્ટ વૃક્ષનાં ફળ ખાઈશ નહિ, પરંતુ તેં તારી પત્નીની વાત માંની અને તે વૃક્ષનાં ફળ ખાધાં. એટલે તારે લીધે આ ભૂમિ શ્રાપિત થઈ છે. જીવનપર્યંત પરિશ્રમ કરીશ ત્યારે તું એમાંથી ખાવા પામીશ.

ઊત્પત્તિ 6:2

અને આ સ્ત્રીઓએ બાળકોને જન્મ આપ્યા.’ તે સમય દરમ્યાન અને તે પછી પણ પૃથ્વી પર નેફિલિમ વસતા હતા.

ઊત્પત્તિ 39:7

થોડા સમય પછી યૂસફના શેઠના પત્નીએ યૂસફ તરફ તીવ્ર લાલસાથી જોયુ; અને કહ્યું, “માંરી સાથે સૂઈ જા અને માંરી સાથે સૂ.”

યહોશુઆ 7:21

લૂંટની વસ્તુઓમાં માંરી નજર શિનાર દેશના એક સુંદર ઝભ્ભા ઉપર અને બસો તોલા ચાંદી અને પચાસ તોલા સોનાની લગડી ઉપર પડી અને માંરું મન લલચાયું તેથી મે એ વસ્તુઓ ઉપાડી લીધી અને માંરા તંબુમાં જમીનમાં દાટી દીધી છે. ચાંદી સૌથી નીચે છે.”

ન્યાયાધીશો 14:17

મહેમાંન તરીકે સાત દિવસ રહ્યાં પછી તેણે આખો દિવસ રડ્યા કર્યું, હઠ પકડી તેથી સામસૂને તેને ઉખાણાનો જવાબ કહ્યો, કારણ કે તેના રૂદને તેને ચિંતા કરાવે રાખી. અને પછી તેણે તે જવાબ પોતાના લોકોને કહી દીધો.

ન્યાયાધીશો 16:1

પછી એક દિવસ સામસૂન પલિસ્તીઓના નગર ગાઝામાં ગયો, ત્યાં તેણે એક વારાંગના જોઈ અને તે તેની પાસે ગયો.

2 શમએલ 11:2

એક દિવસે મોડી સાંજે દાઉદ પથારીમાંથી ઊઠીને મહેલની અગાસીમાં જઈને ફરતો હતો, એવામાં તેણે એક સ્ત્રીને નાહતી જોઈ; જે ખૂબ રૂપાળી હતી.

1 રાજઓ 13:19

તેથી તેઓ બંને પાછા વળ્યા, અને દેવનો માંણસ પેલા વૃદ્વ પ્રબોધકને ઘેર ગયો અને ત્યાં ખાધું પીધું.

અયૂબ 31:1

“મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; કે કોઇ કુમારિકા સામે લાલસાભરી નજરે જોવું નહિ.

યર્મિયાનો વિલાપ 24:16

“હે મનુષ્યના પુત્ર, હું એક ઝપાટે તારી પ્રિયતમાને દૂર કરવાનો છું. પણ તારે રડવાનું નથી, કે શોક કરવાનો નથી કે આંસુ સારવાના નથી.

યર્મિયાનો વિલાપ 24:21

તમને ઇસ્રાએલીઓને યહોવા મારા માલિક કહે છે કે, ‘જે પવિત્રસ્થાન માટે તમે ગર્વ લો છો, અને જેને માટે તમારું અંતર તલસે છે તેનો હું પોતે જ ધ્વંસક છું. તમારાં જે પુત્રપુત્રીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તરવારનો ભોગ બનશે.

યર્મિયાનો વિલાપ 24:25

યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, જે દિવસે હું યરૂશાલેમમાંથી તેઓનાં હૃદયનો આનંદ તેઓનો મહિમા અને તેઓની પત્નીઓ અને તેઓના પુત્ર-પુત્રીઓ લઇ લઇશ.

હોશિયા 6:7

પણ તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે; મારા પ્રેમનો અનાદર કર્યો છે:

માથ્થી 5:28

પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે.

રોમનોને પત્ર 5:12

એક માણસના (આદમના) લીધે આ જગતમાં પાપ પેઠું. પાપ દ્વારા મૃત્યુ પણ આવ્યું. આ જ કારણે સૌ લોકોને મરવું જ પડશે-કેમકે સઘળાએ પાપ કર્યું છે.

1 તિમોથીને 2:14

શેતાને આદમની છેતરપીંડી કરી નહિ, તેણે હવાને છેતરી અને તેથી તે પાપી બની.

યાકૂબનો 1:14

દુષ્ટ વાસનાઓ માણસને લલચાવે છે અને તેની પોતાની દુષ્ટ ઈચ્છાઓ તેને પરીક્ષણ તરફ ખેંચી જાય છે.

1 યોહાનનો પત્ર 2:16

જગતમાં આ દુષ્ટ વસ્તુઓ છે આપણા પાપી સ્વભાવને પ્રસન્ન કરવા માટેની ઈચ્છા, આંખોની લાલસા માટેની ઈચ્છા,આપણી સંપત્તિનું ખૂબ અભિમાન હોવું, આ બધું બાપ (દેવ) પાસેથી આવતું નથી, આ સર્વ જગતમાંથી આવે છે.

Interlinear

Choose Theme