આહાબે પૂછયું, “કોની માંરફતે?”પ્રબોધકે કહ્યું, “આ યહોવાનાં વચન છે: ‘જેઓ પ્રાંતના આગેવાનોની સેવા કરે છે તે યુવાનો માંરફતે.”‘ આહાબે પૂછયું, “યુદ્ધ કોણ શરૂ કરશે?” પ્રબોધકે કહ્યું, “તું”
Cross references
જ્યારે ઇબ્રામને ખબર પડી કે, પોતાના ભાઈને પકડી ગયા છે, ત્યારે તેણે પોતાના પરિવારના નીવડેલા 318 માંણસોને લઇને દાન સુધી તે લોકોનો પીછો પકડયો.
તેણે 300 સૈનિકોનું સૈન્ય લીધું અને તેને ત્રણ ટૂકડીઓમાં વહેંચી નાખ્યું, તેણે દરેક માંણસને એક રણશિંગડુ આપ્યું અને એક ખાલી બરણી તેમાં મશાલ મૂકીને આપી.
આમ, દાઉદે પથ્થર અને ગોફણ વડે પલિસ્તી ઉપર જીત મેળવી અને તરવાર વગર જ તેને માંરી નાખ્યો.
સાતમી વખતે તે બોલ્યો, “માંણસના હાથના માંપનું નાનું વાદળું દરિયામાંથી પર ચઢે છે.”ત્યારે એલિયાએ કહ્યું, “હવે જઈને આહાબને કહે, રથ જોડીને ચાલ્યો જા, નહિ તો વરસાદ તેને રોકી રાખશે.”
યુવાનો જેમણે ઇસ્રાએલના પ્રાંતના આગેવાનોની સેવા કરી હતી તેઓ રસ્તાની આગળ હતા. બેન-હદાદને ખબર આપવામાં આવી કે, “કેટલાક માંણસો સમરૂનમાંથી: આવ્યા છે.”
જ્ઞાની માણસોને શરમાવવા દેવે જગતના મૂર્ખોની પસંદગી કરી, જગતના શક્તિશાળી માણસોને શરમાવવા દેવે નિર્બળોની પસંદગી કરી.