Home Bibles 1 શમુએલ 17:50 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 17:50 · ગુજરાતી બાઇબલ

આમ, દાઉદે પથ્થર અને ગોફણ વડે પલિસ્તી ઉપર જીત મેળવી અને તરવાર વગર જ તેને માંરી નાખ્યો.

Cross references

ન્યાયાધીશો 3:31

એહૂદ પછી આનાથનો પુત્ર શામ્ગાર ન્યાયાધીશ બન્યો. તેણે 600 પલિસ્તીઓને માંરી નાખ્યાં. તેણે ઈસ્રાએલી પ્રજાને ઉગારી હતી.

ન્યાયાધીશો 15:15

તેણે ત્યાં જમીન પર પડેલું ગધેડાનું જડબું ઉપાડયું અને તેના વડે એકહજાર માંણસોને માંરી નાખ્યાં.

1 શમુએલ 13:22

આથી જયારે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે શાઉલ અને તેના પુત્ર યોનાથાન સિવાય તેમના કોઈ લડવૈયા પાસે નહોતી તરવાર કે નહોતો ભાલો.

1 શમુએલ 17:39

પછી તેના બખ્તર ઉપર શાઉલે પોતાની તરવાર લટકાવી, અને દાઉદે ચાલવાનો પ્રયત્ન કરી જોયો, પણ તે આ બધાથી ટેવાયેલો ન હોવાથી તે ચાલી શકયો નહિ.તેણે શાઉલને કહ્યું, “આ બધાં સાથે મને ચાલતાં ફાવતું નથી. હું એનાથી ટેવાયેલો નથી,” આથી તેણે તે બધુ ઉતારી નાખ્યું.

1 શમુએલ 21:9

યાજકે ઉત્તર આપ્યો, “માંરી પાસે ગોલ્યાથ પલિસ્તીની તરવાર છે, જેને તમે એલાહની ખીણમાં માંરી નાખ્યો હતો, તે કપડાંમાં વીંટાંળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તારી ઈચ્છા હોય તો તે લે; માંરી પાસે બીજી કોઇ નથી.”તેથી દાઉદે કહ્યું, “એના જેવી એકે નથી; તેથી એ મને આપ.”

1 શમુએલ 23:21

શાઉલે કહ્યું, “માંરા ઉપર મહેરબાની કરવા બદલ યહોવા તમાંરું ભલું કરો.

Interlinear

Choose Theme