Home Bibles 2 રાજઓ 2:3 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 2:3 · ગુજરાતી બાઇબલ

આથી તેઓ બન્ને બેથેલ ગયા. બેથેલમાં રહેતા પ્રબોધકોનો સંઘ એલિશાને મળવા આવ્યો અને તેમણે તેને કહ્યું, “ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે!”એલિશાએ કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”

Cross references

પુનર્નિયમ 33:3

હા, યહોવા પોતાનાના લોકોને ચાહે છે, તેના બધા પવિત્ર લોકો તેના હાથમાં છે. તેઓ તેના પગ આગળ બેસે છે, અને તેનો ઉપદેશ ગ્રહણ કરે છે.

1 શમુએલ 10:5

ત્યારબાદ તારે ‘ગિબેય ઇલોહિમ જવુ જયાં પલિસ્તી કિલ્લો છે, ત્યાં તને ઢોલ, શરણાઈ, વીણા અને વાંસળી વગાડતા ઉપાસનાસ્થાનેથી ઊતરતા પ્રબોધકોનો સંઘ મળશે, અને તેઓ પ્રબોધ કરતા ખબર પડશે,

1 શમુએલ 10:10

જયારે શાઉલ અને તેનો ચાકર પેલી ટેકરી પર પહોંચ્યા ત્યારે પ્રબોધકોનો સંઘ તેને મળવા સામે આવ્યો અને દેવના આત્માંનો તેનામાં સંચાર થયો; આથી તે પણ પ્રબોધકના જેવા ભાવાવેશમાં આવી ગયો.

1 શમુએલ 19:20

તેથી શાઉલે તેના મૅંણસો દાઉદને પઢડવા માંટે મોકલ્યા. તેમણે ત્યાં કેટલાક પ્રબોધકોને તેમના આગેવાન શમુએલ સૅંથે પ્રબોધ કરતા જોયા. શાઉલના માણસોમાં દેવના આત્માંનો સંચાર થયો અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.

1 રાજઓ 18:4

જયારે રાણી ઇઝેબેલ યહોવાના પ્રબોધકોને માંરી નાખતી હતી, ત્યારે તેણે એકસો પ્રબોધકોને આશ્રય આપ્યો, અને દરેક ગુફામાં 50 પ્રબો 50 ધકો એમ બે ગુફામાં તેઓને સંતાડ્યાં, અને તેમને અનાજપાણી પૂરાં પાડયાં હતાં.

1 રાજઓ 20:35

યહોવાની આજ્ઞાઓથી યુવાન પ્રબોધકોમાંથી એકે પોતાના એક સાથીને કહ્યું. “કૃપા કરીને મને માંર.” પણ પેલા માંણસે તેમ કરવાની ના પાડી,

2 રાજઓ 2:5

યરીખોમાં રહેતા પ્રબોધકોના સંઘે એલિશા પાસે જઈ તેને કહ્યું, “તને ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે?”તેણે કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”

2 રાજઓ 2:7

પચાસ પ્રબોધકો તેમની પાછળ પાછળ ગયા. જ્યારે તેઓ યર્દન નદી પાસે ઊભા રહ્યા, ત્યારે પ્રબોધકો તેમનાથી અંતર રાખીને દૂર ઉભા રહ્યાં.

2 રાજઓ 2:15

યરીખોના પ્રબોધકોના સંઘે તેને દૂરથી જોયો અને કહ્યું, “એલિયાની શકિત એલિશા પર ઊતરી છે.” તેઓ તેને મળવા આવ્યા અને આદરપૂર્વક તેને પ્રણામ કર્યા.

2 રાજઓ 4:1

હવે પ્રબોધકોના સંઘના એક પ્રબોધકની પત્નીએ એલિશાને કહ્યું, “આપનો સેવક માંરો પતિ મરી ગયો છે, આપ જાણો છો કે, તે યહોવાથી ડરીને ચાલતો હતો, હવે એક લેણદાર આવ્યો છે અને તે માંરા બે પુત્રોને લઈ જઈ ગુલામ બનાવવા માંગે છે.”

2 રાજઓ 4:38

એલિશા ગિલ્ગાલ પાછો ફર્યો. તે સમયે ત્યાં મોંધવારી હતી. એક દિવસ જ્યારે પ્રબોધકોનો સમૂહ તેની પાસે બેઠા હતા; ત્યારે તેણે પોતાના નોકરને કહ્યું, “એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના સમૂહ માંટે માંસની વાનગી રાંધવા માંટે મૂકો.”

2 રાજઓ 5:22

તેણે કહ્યું, “બધું કુશળ છે. માંરા શેઠે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘એફ્રાઈમના ટેકરી પ્રદેશના પ્રબોધકોના સમૂહમાંથી બે યુવાનો હમણાં જ આવ્યા છે, તેમને લગભગ 34 કિલો ચાંદી અને બે જોડી કપડાં જોઇએ છે.”

2 રાજઓ 6:1

એક દિવસે પ્રબોધકોના પુત્રો એલિશાની પાસે ગયા અને તેને કહ્યું, “તું જાણે છે કે, અમાંરી રહેવાની જગ્યા ઘણી સાંકડી છે,

2 રાજઓ 9:1

આ સમયે એલિશાએ યુવાન પ્રબોધકોમાંના એકને બોલાવીને કહ્યું, “તું તૈયાર થા; અને તેલની આ બરણી લઈને રામોથ-ગિલયાદ જા.

યશાયા 8:18

હું અને મારા સંતાનો, જે મને યહોવાએ આપ્યા છે, સૈન્યોનો દેવ યહોવાની એંધાણીઓ છીએ, જેઓ સિયોન પર્વત પર વસે છે.

આમોસ 7:14

પછી આમોસે અમાસ્યાને પ્રત્યુત્તરમાં કહ્યું, “હું સાચે જ પ્રબોધક નથી. હું પ્રબોધકના કુટુંબમાંથી પણ આવતો નથી, હું તો માત્ર ભરવાડ અને જે અંજીરના વૃક્ષની સંભાળ રાખે છે તે છું.

પ્રેરિતોનાં ક્રત્યો 22:3

“હું એક યહૂદિ છું. મારો જન્મ કિલીકિયા પ્રદેશના તાર્સસમાં થયો હતો. હું આ શહેરમાં ઊછરેલો. હું ગમાલ્યેલનાશિષ્ય હતો. તેણે કાળજીપૂર્વક મને આપણા પૂર્વજોના નિયમો વિષે બધું જ શીખવ્યું. તમે બધા અહીં આજે જે કરો છો તેમ હું દેવની સેવા કરવા વિષે ઘણો ગંભીર હતો.

Interlinear

Choose Theme