Home Bibles 1 રાજઓ 11:31 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 11:31 · ગુજરાતી બાઇબલ

પછી અહિયાએ યરોબઆમને કહ્યું કે, “આમાંના દશ ટુકડા લે, કારણ કે ઇસ્રાએલના યહોવા દેવ કહે છે, ‘હું સુલેમાંનના હાથમાંથી રાજ્ય આંચકી લઈશ અને દશ ટોળીઓ હું તને આપીશ.

Cross references

1 રાજઓ 11:11

તેથી યહોવાએ તેને કહ્યું, “આપણી વચ્ચે થયેલા કરારોનું પાલન તેં કર્યું નથી અને માંરા હુકમો પાળ્યા નથી, તેથી હું તારી પાસેથી રાજય ખૂંચવી લઈશ અને તારા સેવકોમાંથી કોઈ એકને આપીશ.

1 રાજઓ 12:15

આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના પ્રબોધક અહિયા માંરફતે નબાટના પુત્ર યરોબઆમને જે સંદેશો મોકલાવ્યો હતો તે પૂરો કરવાનો હતો, તેથી રાજાએ તે પ્રમાંણે વર્તન કર્યુ હતું.

1 રાજઓ 14:2

અને યરોબઆમે પોતાની પત્નીને કહ્યું, “આમ જો, તું માંરી પત્ની છે એની લોકોને ખબર ન પડે, કોઇ તને ઓળખી ન શકે તે રીતે વેશપલટો કરીને તું શીલોહ જા. અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું.

2 કાળવ્રત્તાંત 10:15

આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના અહિયા મારફતે નબાટના પુત્ર યરોબઆમે દેવ તરફથી જે ભવિષ્યકથન પ્રગટ કર્યું હતું તે પૂર્ણ કરવા દેવે તેમ થવા દીધું હતું.

Interlinear

Choose Theme