Home Bibles 1 રાજઓ 14:11 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 14:11 · ગુજરાતી બાઇબલ

તારા કુટુંબમાંથી જેઓ શહેરમાં મરણ પામશે તેમને કૂતરાં ખાશે, અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેમને પંખીઓ ખાશે. આ યહોવાનાં વચન છે.”‘

Cross references

ગણના 23:19

દેવ તે કાંઈ મનુષ્ય નથી કે જૂઠું બોલે, વળી તે કંઈ માંણસ નથી કે પોતાના વિચાર બદલે. તે તો જે બોલે તે પાળે, ને જે કહે તે પ્રમાંણે કરે.

1 રાજઓ 13:34

તેથી કરીને યરોબઆમે પોતાના આખા વંશને પાપમાં નાખ્યો અને તેમનું ભૂમિમાંથી સંપૂર્ણપણે ભૂંસાઇ જવું નિશ્ચિત કર્યુ.

1 રાજઓ 15:29

જેવો એ રાજા બન્યો કે તરત તેણે યરોબઆમના કુટુંબનોે નાશ કર્યો. તેણે કોઈનેય જીવતા છોડયા નહિ. આ રીતે યહોવાએ જે વાત તેના સેવક શીલોના અહિયાને કહી હતી તે સાચી પડી.

1 રાજઓ 16:3

હવે હું તારો અને તારા કુટુંબનો ઉચ્છેદ કરી નાખીશ, નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનાં મેં જે હાલ કર્યા હતા, તેવા તારા પણ કરીશ.

1 રાજઓ 16:4

બાઅશાના કુટુંબના જે કોઈ નગરમાં મુત્યુ પામશે તેમને કૂતરાં ખાઈ જશે, અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેમને પંખીઓ ખાઈ જશે.”

1 રાજઓ 21:19

તારે તેને આ પ્રમાંણે કહેવું, આ યહોવાનાં વચન છે; ‘તેં તારા વેરીનું ખૂન તો કર્યુ છે અને હવે તું તેની મિલકત પચાવી પાડે છે? આ યહોવાનાં વચન છે: જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટયું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.”‘

1 રાજઓ 21:23

“યહોવાએ ઈઝેબેલ વિષે પણ વાણી ઉચ્ચારી કે, ઇસ્રાએલના કૂતરાં ઈઝેબેલના શરીરને ‘યિઝએલના ખેતરોમાં ફાડી ખાશે.

1 રાજઓ 21:24

આહાબનાં કુટુંબના જે માંણસો શહેરમાં મૃત્યુ પામશે તેમને કૂતરાં ખાઈ જશે. અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેને પંખીઓ ખાઈ જશે.”‘

યશાયા 40:5

પછી યહોવાનો મહિમા પ્રગટ થશે અને સમગ્ર માનવજાત તે જોવા પામશે. આ યહોવાના મુખના વચન છે.”

યશાયા 66:24

“અને તેઓ બહાર જશે ત્યારે મારી સામે બળવો કરનારાંના મુડદાં તેઓ જોશે; કારણ કે તેઓનો કીડો કદી મરનાર નથી; તેઓનો અગ્નિ ઓલવાશે નહિ; અને તેઓ સમગ્ર માણસજાતને ધિક્કારપાત્ર થઇ પડશે.” 

ચર્મિયા 15:3

મેં એ લોકોને માટે ચાર પ્રકારના અંત નિર્માણ કર્યા છે. તરવાર તેમનો સંહાર કરશે, કૂતરાં તેમને ફાડી ખાશે, આકાશના પંખીઓ એમને ખાઇ જશે, અને બાકી રહ્યા તેમને જંગલી જાનવરો ખાઇ જશે.

યર્મિયાનો વિલાપ 39:17

આ યહોવા મારા માલિકના વચન છે, “હે મનુષ્યના પુત્ર, યહોવા મારા માલિક કહે છે, ‘હવે પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને બોલાવ અને તેઓને કહે: મહાબલિદાનરૂપ ઉજાણી માટે એકઠાં થાઓ, પાસેના તથા દૂરના સર્વ ઇસ્રાએલના પર્વતો પર આવો, આવો, માંસ ખાઓ અને લોહી પીઓ!

પ્રકટીકરણ 19:17

પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભેલો જોયો. તે દૂતે આકાશમાં ઊંચે ઊડતાં બધાં પક્ષીઓને મોટા સાદે કહ્યું કે, “દેવના સાંજના મહાન જમણ માટે સાથે મળીને આવો.

Interlinear

Choose Theme