Home Bibles ☰ Books 1 રાજઓ 12:4 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 12:4 · ગુજરાતી બાઇબલ

“તમાંરા પિતા અમાંરા પ્રત્યે બહુ કઠોર હતા અને અમાંરી પાસે સખત કામ કરાવ્યા, હવે તમે અમાંરા પર તમાંરા પિતાએ મૂકેલો આ ભાર હળવો કરો, અને અમે તમાંરી સેવા કરીશું.”

Cross references

1 શમુએલ 8:11

શમુએલે કહ્યું, “તમાંરા ઉપર રાજય કરનાર રાજા આવો વ્યવહાર રાખશે; તે તમાંરા પુત્રોને લઈને તેમની પાસે બળજબરીથી પોતાની રથસેનામાં અને અશ્વસેનામાં સેવા લેશે. અને તેમને પોતાના રથની આગળ આગળ રક્ષક તરીકે દોડાવશે.

1 શમુએલ 8:17

તે તમાંરાં ઘેટાં-બકરાંનો દશમો ભાગ લેશે.“અને તમને તેના ગુલામ બનાવી દેશે.

1 રાજઓ 4:7

ઇસ્રાએલમાં બાર પ્રશાશક હતા અને દરેક જણ રાજાના પરિવાર માંટે અનાજ પુરું પાડતા હતા. દર વષેર્ દરેક પ્રશાશક એક મહિનાનું અનાજ પૂરું પાડતા હતાં.

1 રાજઓ 4:20

યહૂદા અને ઇસ્રાએલ સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ લોકોથી ભરેલા હતાં અને તેઓ પાસે ખાવાપીવાનું પુષ્કળ હતું અને સુખી હતાં.

1 રાજઓ 9:15

સુલેમાંને યહોવાનું મંદિર અને પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરૂશાલેમનો કોટ, હાસોર, મગિદૃો તથા વેઠ મજૂરીની પ્રથા દ્વારા બંધાવ્યા હતાં.

1 રાજઓ 9:22

પણ સુલેમાંને કોઈ ઇસ્રાએલીને ગુલામ નહોતા બનાવ્યાં. તેઓ તેના સૈનિકો હતા; તેઓ તેના કારભારીઓ, સરકારી અમલદારો, સેનાપતિઓ, રથસેના અને અશ્વસેનાના નાયકો અને સારથીઓ હતા.

2 કાળવ્રત્તાંત 10:4

“તમારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી; માટે હવે તું એ આકરી ગુલામીની ભારે ઝૂંસરી હળવી કર, એટલે અમે તારે તાબે રહીશું. અને અમારા રાજા તરીકે સ્વીકારીશું.”

માથ્થી 11:29

તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો.

માથ્થી 23:4

તેઓ એવા કડક નિયમો બનાવે છે કે લોકોને પાળવા મુશ્કેલ પડે છે. તે બીજા લોકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરે છે પરંતુ તે લોકો તેમાંનો એક પણ નિયમ પાળવા પ્રયત્ન કરતા નથી.

1 યોહાનનો પત્ર 5:3

દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી.

Interlinear

Choose Theme