Home Bibles 1 કાળવ્રત્તાંત 28:18 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 28:18 · ગુજરાતી બાઇબલ

ધૂપની વેદી માટે કેટલું ચોખ્ખું સોનું વાપરવું, અને રથ માટે કેટલું ચોખ્ખુ સોનું વાપરવું તથા યહોવાના કરારકોશ પર પાંખ પ્રસારીને ઊભેલા કરૂબ દેવદૂતો માટે કેટલું ચોખ્ખું સોનું વાપરવું તે કહ્યું.

Cross references

નિર્ગમન 25:18

અને બે કરૂબ દેવદૂતો ટીપેલા સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવવા.

નિર્ગમન 25:20

એ દેવદૂતોની પાંખો ઊચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેમનાં મોં એકબીજાની સામે હોય અને તે ઢાંકણ તરફ વળેલાં હોય.

નિર્ગમન 30:1

દેવે મૂસાને કહ્યું, “ધૂપદાની માંટે તારે એક વેદી બનાવવી. એ બાવળના લાકડાની બનાવવી.

1 શમુએલ 4:4

તેથી લોકોએ દેવનો કરારકોશ લાવવા માંટે માણસોને શીલોહ મોકલ્યા. કોશની ઉપર કરૂબ દેવદૂતો હતા, જે દેવના સિંહાસન જેવા હતા. એલીના બે પુત્રો હોફની અને ફીનહાસ કોશની સાથે આવ્યા.

1 રાજઓ 6:23

સુલેમાંને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનના લાકડામાંથી બનાવેલા બે કરૂબ દેવદૂતો મૂકયા. તે દરેક દસ હાથ ઉંચા હતા.

1 રાજઓ 7:48

સુલેમાંને યહોવાના મંદિર માંટેનાં સાધનો બનાવ્યા: સોનાની વેદી અને જેના પર અપિર્ત રોટલી રાખી હતી તે સોનાનો બાજઠ,

ગીતશાસ્ત્ર 18:10

તેકરૂબ પર ચડીને ઊડતા હતાં. અને તેઓ પવનમાં ઉંચે ઊડતા હતાં.

ગીતશાસ્ત્ર 68:17

યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે; અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.

ગીતશાસ્ત્ર 80:1

હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા. કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ, અમને પ્રકાશ આપો!

ગીતશાસ્ત્ર 99:1

યહોવા રાજ કરે છે, પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો, કરૂબીમ પર તે બિરાજે છે, સમગ્ર પૃથ્વી કાપો.

યર્મિયાનો વિલાપ 1:15

આ સર્વ હું નિહાળી રહ્યો હતો ત્યારે મેં દરેક પ્રાણીની પાસે એક એમ ચાર પૈડાં જમીનને અડેલા જોયાં.

યર્મિયાનો વિલાપ 10:2

પછી દેવે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરૂબ દેવદૂતોની નીચેનાં પૈડાઓ વચ્ચે જા અને બળતા કોલસામાંથી મુઠ્ઠી ભરી યરૂશાલેમ શહેર પર નાખ.”અને મેં જોયું કે એ અંદર પ્રવેશ્યો.

હિબ્રૂઓને પત્ર 9:5

અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી.

Interlinear

Choose Theme