Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 28:17 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 28:17 · ગુજરાતી બાઇબલ

ત્રિશૂળો, થાળીઓ, કટોરા અને રકાબીઓ માટે કેટલું ચોખ્ખુ સોનું વાપરવું, દરેક સોનાની થાળીઓ માટે કેટલું સોનું વાપરવું અને ચાંદીની થાળી માટે કેટલી ચાંદી વાપરવી,

Cross references

ગણના 7:13

પ્રથમ દિવસે ‘યહૂદા’ના કુળસમૂહનો આગેવાન આમ્મીનાદાબનો પુત્ર નાહશોન અર્પણ લઈને આવ્યો.

1 શમુએલ 2:13

યાજકોએ લોકો સાથે કેવી રીતે વર્તવું તેની તેઓને ચિંતા ન હતી. યાજકોએ લોકો માંટે આ કરવું જોઇએ કે જ્યારે કોઇ વ્યકિત યજ્ઞાર્પણ લાવે, યાજકોએ માંસને ઉકળતા પાણીના વાસણમાં નાખવું. પછી યાજકનાં સેવકે ત્રણ અણીવાળો ખાસ કાંટો લાવવો.

1 રાજઓ 7:48

સુલેમાંને યહોવાના મંદિર માંટેનાં સાધનો બનાવ્યા: સોનાની વેદી અને જેના પર અપિર્ત રોટલી રાખી હતી તે સોનાનો બાજઠ,

1 રાજઓ 10:21

રાજા સુલેમાંનના બધા પ્યાલાઓ શુદ્ધ સોનાના બનેલા હતા, અને લબાનોનના વનગૃહની દરેક વસ્તુઓ શુદ્વ સોનાની બનાવેલી હતી. ચાંદી બિલકુલ વાપરવામાં આવી નહોતી, કારણ, સુલેમાંનના જમાંનામાં તેની કશી કિંમત નહોતી.

2 કાળવ્રત્તાંત 4:20

યજ્ઞવેદી આગળ મૂકવા માટેનું દીપવૃક્ષ જેનાં શુદ્ધ સોનામાંથી બનાવેલી દીવીઓમાં અખંડ જ્યોત બળતી હોય.

Interlinear

Choose Theme