Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 24:31 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 24:31 · ગુજરાતી બાઇબલ

બરાબર તેમના કુટુંબી હારુનના વંશજોની માફક આ કુટુંબોમાં પણ મોટા અને નાના કુટુંબનો ભેદ રાખ્યા વિના ચિઠ્ઠીઓ ફેંકીને તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી. આ બંધુ રાજા દાઉદ, સાદોક, અહીમેલેખ અને યાજકોના આગેવાનોની અને લેવીઓનાં કુટુંબને સાક્ષી રાખીને કરવામાં આવ્યું હતું.

Cross references

ગણના 26:56

પ્રત્યેક વંશને ચિઠ્ઠીના આધારે જમીન મળશે. તેથી જમીન દરેક કુટુંબને મળશે ભલે તે નાનું હોય કે મોટું.”

1 કાળવ્રત્તાંત 24:5

બન્ને, એલઆઝારના વંશજો અને ઈથામારના વંશજોમાં પ્રખ્યાત માણસો મંદિરના અધિકારીઓ હતા. તેથી ચિઠ્ઠીઓ નાખીને જુદા જુદા જૂથોને તેમની ફરજો સોંપવામાં આવી હતી.

1 કાળવ્રત્તાંત 25:8

કામની વહેંચણી માટે જુવાન ઘરડા, ઉસ્તાદ અને શાગીર્દ સૌએ ચિઠ્ઠી નાખી હતી.

1 કાળવ્રત્તાંત 26:13

નાનાંમોટાં બધાં કુટુંબોએ ચિઠ્ઠી નાખી નિર્ણય કર્યો કે દરેક દરવાજા પર કોણ ચોકી કરશે.

2 કાળવ્રત્તાંત 1:2

તેણે લશ્કરના સર્વ અધિકારીઓને, ન્યાયાધીશોને તેમજ આગેવાનો અને ઇસ્રાએલના કુટુંબના વડીલોને ગિબયોનમાં એકત્ર કર્યા.

2 કાળવ્રત્તાંત 31:15

એદેન, મિનિયામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને સખાન્યાએ કોરેને મદદ કરી, યાજકોના નગરોમાં તેઓ રહ્યાં અને નાના મોટા સર્વ લેવીબંધુઓને તેમના વર્ગ અનુસાર તેમના ભાગની ફાળવણી કરતા હતા.

Interlinear

Choose Theme