યોહાન 4:37 · ગુજરાતી બાઇબલ
તે સાચું છે જે આપણે કહીએ છીએ, ‘એક વ્યક્તિ વાવે છે, પણ બીજી એક વ્યક્તિ પાકની કાપણી કરે છે.’
Cross references
ન્યાયાધીશો 6:3
જયારે જયારે ઈસ્રાએલી પ્રજા પોતાના ખેતરોમાં વાવણી કરતી ત્યારે ત્યારે મિદ્યાનીઓ, અમાંલેકીઓ અને બીજી પૂર્વની પ્રજાઓ આવીને તેમના ઉપર હુમલો કરતી.
અયૂબ 31:8
તો મારું વાવેલું અનાજ બીજાઓ ખાય અને મારા ઉગાવેલા છોડ ઊખેડી નાખવાનું યોગ્ય જ હશે.
મીખાહ 6:15
તમે વાવશો પરંતુ તમે ધાનની કાપણી કરી શકશો નહિ, તમે જૈતફળોને પીલીને તેલ કાઢશો છતાં તમારા અંગ ઉપર પૂરતું તેલ ચોપડવા પામશો નહિ, તમે દ્રાક્ષા ખીલવશો પણ તેમાંથી દ્રાક્ષારસ પી શકશો નહિ.
લૂક 19:21
મને તારી બીક લાગતી હતી કારણ કે તું શક્તિશાળી છે. હું જાણું છું કે તું બહું કડક છે. તું જે તારું નથી તે પણ માગી લે છે; અને જ્યાં તેં વાવ્યું નથી તેની ફસલ લણી લે તેવો છે.’