Home Bibles 1 કાળવ્રત્તાંત 18:17 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 18:17 · ગુજરાતી બાઇબલ

યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કથેરીઓ અને પલેથીઓનો ઉપરી હતો.અને દાઉદના પુત્રો રાજાની તહેનાતમાં રહેતા માણસોમાં મુખ્ય હતા.

Cross references

2 શમએલ 8:18

યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓનો અને પલેથીઓનોઅંગરક્ષક હતો. અને દાઉદના પુત્રો મુખ્ય કારભારી હતા.

2 શમએલ 15:18

રાજાના સર્વ અંગરરક્ષકો કરેથીઓ અને પલેથીઓ અને તેની સાથે ગાથથી આવેલા 600 માંણસો રાજાની બાજુએ થઇને પસાર થયા.

2 શમએલ 20:7

આથી યોઆબના માંણસો, રાજાના અંગરક્ષકો અને બધા યોદ્ધાઓ અબીશાયની સાથે બિખ્રીના પુત્ર શેબાનો પીછો કરવા યરૂશાલેમથી બહાર નીકળ્યા.

2 શમએલ 20:23

યોઆબ લશ્કરનો સેનાપતિ હતો. યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકોનો નાયક હતો.

2 શમએલ 23:19

તે પ્રખ્યાત હોવાથી તે તેઓમાંનો ન હોવા છતાં તેઓનો સરદાર બન્યો હતો.

1 રાજઓ 1:38

એ પછી યાજક સાદોક પ્રબોધક નાથાન. યહોયાદાના પુત્ર બનાયા અને રાજાના અંગરક્ષકોએ જઈને સુલેમાંનને રાજા દાઉદના ખચ્ચર પર બેસાડયો અને તેને લઈને તેઓ ગીહોન ગયા.

1 રાજઓ 1:44

તેણે યાજક સાદોક, પ્રબોધક નાથાન અને યહોયાદાના પુત્ર બનાયા તથા રાજાના અંગરક્ષકોને તેની સાથે મોકલ્યા છે. તેમણે તેને રાજાના ખચ્ચર પર બેસાડયો છે.

1 રાજઓ 2:34

તેથી યહોયાદાના પુત્ર બનાયાએ જઇને યોઆબને માંરી નાખ્યો. તેના ઘર પાસે તેને વગડામાં દફનાવવામાં આવ્યો.

1 કાળવ્રત્તાંત 23:28

લેવીઓને સોંપાયેલા કામ; યાજકોને એટલે હારુનના વંશજોને મંદિરમાં બલિદાનની વિધિમાં મદદ કરવી. આંગણાઓની તેમજ ઓરડાઓની જવાબદારી યહોવાના પવિત્ર મંદિરમાંની પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં મદદ કરવી.

સફન્યા 2:5

સમુદ્રકાંઠે રહેનારા પલિસ્તીઓને અફસોસ! હે પલિસ્તીઓના દેશ કનાન, યહોવાનું વચન તમારી વિરૂદ્ધ છે; હું તમારો એવી રીતે નાશ કરીશ કે તમારામાંની એક પણ વ્યકિત તમારા દેશમાં રહેશે નહિ.

Interlinear

Choose Theme