Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 18:12 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 18:12 · ગુજરાતી બાઇબલ

સરૂયાના પુત્ર અબીશાયે મીઠાની ખાણમાં 18,000 અદોમીઓને મારી નાંખ્યા.

Cross references

1 શમુએલ 26:6

દાઉદે હિત્તી અહીમેલેખ અને સરૂયાનો પુત્ર અબીશાય સાથે વાત કરી (અબીશાય યોઆબનો ભાઇ હતો) અને કહ્યું, “માંરી સાથે સેનાની છાવણીમાં શાઉલને મળવા માંટે કોણ આવે છે?”અબીશાયે કહ્યું, “હું તૈયાર છું.”

1 શમુએલ 26:8

અબીશાયે દાઉદને કહ્યું, “દેવે આજે તારા દુશ્મનને તારા હાથમાં સુપ્રત કર્યા છે. હું એને ભાલાના એક જ ઘાથી ભોંય સાથે જડી દઈશ. માંરે બીજો ઘા કરવો પડે નહિ.”

2 શમએલ 3:30

આમ, યોઆબ અને તેના ભાઈ અબીશાયે આબ્નેરને માંરી નાખ્યો, કારણ, તેણે ગિબયોનના યુદ્ધમાં તેમના ભાઈ અસાહેલને માંરી નાખ્યો હતો.

2 શમએલ 7:13

માંરા માંટે તે સુંદર મંદિર બાંધશે, અને હું તેના રાજયાસનને સદાને માંટે સ્થાપન કરીશ.

2 શમએલ 8:13

વળી, દાઉદે મીઠાની ખીણમાં જ18,000 અરામીઓને હરાવીને ભારે નામના મેળવી,

2 શમએલ 10:10

બાકીની સેનાને તેણે પોતાના ભાઈ અબીશાયની સરદારી હેઠળ મૂકી દીધી અને તેણે આમ્મોનીઓની સામે મોરચો માંડયો.

2 શમએલ 10:14

આમ્મોનીઓએ જોયું કે અરામીઓ ભાગી રહ્યાં હતા. એટલે તેઓ પણ અબીશાયથી ભાગીને નગરમાં ભરાઈ ગયા, અને યોઆબ યરૂશાલેમ પાછો ફર્યો.

2 શમએલ 16:9

ત્યારે સરૂયાના પુત્ર અબીશાયે દાઉદને કહ્યું, “માંરા પ્રભુ માંરા રાજા, આપ આ મરેલા કૂતરાં જેવાને શા માંટે આપને શાપ આપવા દો છો? મને જઇને તેનું માંથું ધડથી જુદું કરવાની મંજૂરી આપો.”

2 શમએલ 19:21

સરૂયાના પુત્ર અબીશાયે કહ્યું, “દેવના પસંદ કરેલા રાજાને શિમઈએ શાપ આપ્યો છે, શું આ માંટે તેને માંરી નાખવો જોઈએ નહિ?”

2 શમએલ 20:6

તેથી દાઉદે અબીશાયને કહ્યું, “હવે બિખ્રીનો પુત્ર શેબા આપણને આબ્શાલોમ કરતાં વધુ હેરાન કરશે. માંરા અંગરક્ષકોને લઈને તેનો પીછો કર, નહિ તો તે કિલ્લેબંધીવાળાં નગરોમાં પહોંચી જશે. અને આપણા હાથમાંથી છટકી જશે.”

2 શમએલ 21:17

પરંતુ સરૂયાનો પુત્ર અબીશાય દાઉદનું રક્ષણ કરવા આવી પહોંચ્યો.તેણે પેલા પલિસ્તીઓ પર હુમલો કરીને તેને માંરી નાખ્યો, ત્યાર બાદ દાઉદના માંણસોએ તેને આગ્રહ કર્યો કે, “હવે કદી તમાંરે અમાંરી સાથે યુદ્ધમાં આવવું નહિ, ઇસ્રાએલનો દીવો હોલવાઈ જાય તેવું જોખમ અમાંરે શા માંટે લેવું?”

2 શમએલ 23:18

યોઆબના ભાઈ સરૂયાનો પુત્ર અબીશાય ત્રણ શૂરવીરોમાં સૌથી વધારે શૂરવીર હતો. એક વખતે તેણે એકલા હાથે ત્રણસો માંણસોની સાથે યુદ્ધ કરી તેઓનો સંહાર કર્યો હતો. આ વીરતા ભરેલા કાર્યને લીધે આ ત્રણ શૂરવીરોમાં તે ખૂબ પ્રખ્યાત થયો.

2 રાજઓ 14:7

અમાસ્યાએ 10,000 અદોમીઓને મીઠાની ખીણમાં હરાવ્યા અને તેણે સેલા નગરને કબજે પણ કરી લીધું, તેણે તેનું નામ યોકતએલ પાડયું અને આજે એ જ નામે ઓળખાય છે.”

1 કાળવ્રત્તાંત 2:16

તેમની બહેનો સરૂયા તથા અબીગાઈલ હતી. સરૂયાના પુત્રો: અબીશાય, યોઆબ તથા અસાહેલ, એ ત્રણ.

Interlinear

Choose Theme