Home Bibles 1 કાળવ્રત્તાંત 17:23 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 17:23 · ગુજરાતી બાઇબલ

“અને હવે, હે યહોવા, તમે તમારા સેવક અને તેમના વંશ માટે જે વચન આપ્યું છે તેનું કાયમ માટે પાલન કરજો અને તમે જે કહ્યું છે તે પ્રમાણે કરજો.

Cross references

ઊત્પત્તિ 32:12

હે યહોવા, તમે મને વચન આપ્યું હતું કે, ‘હું તારું ભલું કરીશ, અને તારા વંશજોને સમુદ્રની રેતીના રજ જેટલા બનાવીશ કે, જેને કોઈ ગણી ન શકે.”‘

2 શમએલ 7:25

“પણ હવે, ઓ યહોવા દેવ! તમે તમાંરા સેવકને માંટે અને ફકત એને માંટે નહિ પણ તેના ભવિષ્યના વંશજો માંટે પણ વચન આપ્યું છે તો, હવે મહેરબાની કરી, તમે વચન આપેલ બાબતો પૂર્ણ કરો; માંરા કુળને રાજાનુંકુળ સદા માંટે બનાવો.

1 રાજઓ 8:26

ઓહ, ઇસ્રાએલના દેવ, જે કરાર તમે તમાંરા સેવક, માંરા પિતા દાઉદ સાથે કર્યો હતો તે પૂર્ણ કરો.

2 કાળવ્રત્તાંત 1:9

હે દેવ યહોવા, મારા પિતા દાઉદને આપેલું વચન પૂરું કરો. તમે મને ધરતીની ધૂળના કણ જેટલા અગણિત લોકોનો રાજા બનાવ્યો છે.

ગીતશાસ્ત્ર 119:49

હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો, તે વચન મને આશા આપે છે.

ચર્મિયા 11:5

“તો તમે મારા લોકો થશો. અને હું તમારો દેવ થઇશ અને હું તમારા પિતૃઓને આપેલું વચન પાળીશ, હું તમને જ્યાં દૂધ અને મધની રેલછેલ હોય તેવી ભૂમિ આપીશ. અને મેં એ પ્રમાણે કર્યું પણ છે.”પછી મેં જવાબ આપ્યો, “યહોવા આમીન, હું એમ કહીશ.”

લૂક 1:38

મરિયમે કહ્યું, “હું તો ફક્ત પ્રભુની દાસી છું. તેથી તેં મારા માટે જે કહ્યું છે તે થવા દે!” પછી તે દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

Interlinear

Choose Theme