“પણ હવે, ઓ યહોવા દેવ! તમે તમાંરા સેવકને માંટે અને ફકત એને માંટે નહિ પણ તેના ભવિષ્યના વંશજો માંટે પણ વચન આપ્યું છે તો, હવે મહેરબાની કરી, તમે વચન આપેલ બાબતો પૂર્ણ કરો; માંરા કુળને રાજાનુંકુળ સદા માંટે બનાવો.
Cross references
હે યહોવા, તમે મને વચન આપ્યું હતું કે, ‘હું તારું ભલું કરીશ, અને તારા વંશજોને સમુદ્રની રેતીના રજ જેટલા બનાવીશ કે, જેને કોઈ ગણી ન શકે.”‘
એટલે તેના પતિ એલ્કાનાહે કહ્યું, “તને જેમ ઠીક લાગે તેમ કર અને ત્યાં સુધી તું બાળકને રાખ. યહોવાના શબ્દો સાચા પડે,” તે બાળક સાથે ઘરમાં રહી અને તે નક્કર આહાર લેવા જેટલો મોટો થયો ત્યાં સુધી એની સાચવણી કરી.
માટે ઇસ્રાએલના હે દેવ યહોવા, હવે તું તારા સેવક મારા પિતા દાઉદને આપેલું એ વચન કૃપા કરીને પૂર્ણ કર.
હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો, તે વચન મને આશા આપે છે.
જે દિવસે હું તમારા પિતૃઓને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમા મિસરમાંથી બહાર લઇ આવ્યો, ત્યારે મેં તેમની સાથે આ કરાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું: જો તમે મારું કહ્યું સાંભળશો અને મારી એકેએક આજ્ઞાનું પાલન કરશો.
યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલીઓની વિનંતી હું સાંભળીશ. હજી હું તેઓ માટે એટલું કરવા તૈયાર છું કે હું એમની ઘેટાંની જેમ વંશવૃદ્ધિ કરીશ.