Home Bibles 1 કાળવ્રત્તાંત 11:6 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 11:6 · ગુજરાતી બાઇબલ

દાઉદે કહ્યું, “જે કોઇ યબૂસીઓને મારવામાં પહેલ કરશે તેને સરસેનાપતિ બનાવવામાં આવશે.” યોઆબ બીન સરૂયાએ સૌથી પહેલો હુમલો કર્યો અને તેથી તેને સરસેનાપતિ બનાવવામાં આવ્યો.

Cross references

યહોશુઆ 15:16

કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેર ઉપર હુમલો કરી તેને કબજે કરશે તેને હું માંરી દીકરી આખ્સાહ પરણાવીશ.”

1 શમુએલ 17:25

એક ઇસ્રાએલી સૈનિકે કહ્યું, “પેલા માંણસને તેઁ જોયો જે ઇસ્રાએલીઓને પડકારવા આવ્યો હતો? અને એને જે કોઈ માંરી નાખે તેને રાજા મોટું ઇનામ આપશે, અને તે તેને ઘણી સંપત્તિ આપશે, પોતાની કુંવરી તેની સાથે પરણાવશે અને તેના કુટુંબને કરવેરો ભરવામાંથી મુકિત આપવામાં આવશે.”

2 શમએલ 2:18

સરુયાના ત્રણે દીકરાઓ, યોઆબ,અબીશાય અને અસાહેલ પણ ત્યાં યુદ્ધમાં હતા, અસાહેલ જંગલી હરણની જેમ ખૂબ ઝડપથી દોડી શકતો હતો.

2 શમએલ 3:27

આબ્નેર હેબ્રોન પહોંચ્યો અને જ્યારે તે નગરના દરવાજા પાસે પહોચ્યો, તે વખતે યોઆબ તેની સાથે જાણે ખાનગીમાં વાત કરવાનો દેખાવ કરીને તેને એક બાજુ લઈ ગયો અને તેનો છરો કાઢયો અને પેટમાં ભોંકી તેને માંરી નાંખ્યો. યોઆબે તેને માંર્યો કારણકે આબ્નેરે તેના ભાઇ અસાહેલને માંરી નાખ્યો હતો.

2 શમએલ 8:16

સરૂયાનો પુત્ર યોઆબ તેના લશ્કરનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ તેનો ઇતિહાસકાર હતો.

2 શમએલ 20:23

યોઆબ લશ્કરનો સેનાપતિ હતો. યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકોનો નાયક હતો.

1 કાળવ્રત્તાંત 27:34

બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર હતા. અહીથોફેલના મદદનીશ યોઆબ રાજાના સૈન્યનો સેનાધિપતિ હતો

ગીતશાસ્ત્ર 60:9

મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે? અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?

Interlinear

Choose Theme