Home Bibles ☰ Books ઝખાર્યા 5:8 · ગુજરાતી બાઇબલ
ઝખાર્યા 5:8 · ગુજરાતી બાઇબલ

અને પેલાં દેવદૂતે કહ્યું, “તે સ્ત્રી દુષ્ટતાનું પ્રતીક છે.” પછી તેણે તે સ્ત્રીને પાછી ટોપલામાં મૂકી દીધી અને સીસાનું ભારે ઢાંકણ બંદ કરી દીધું.

Cross references

ઊત્પત્તિ 15:16

ચાર પેઢીઓ પછી તારા વંશજો આ પ્રદેશમાં પાછા આવશે. તે સમયે તમાંરા લોકો અમોરીઓને હરાવશે.” અહીં રહેનારા અમોરીઓને સજા કરવા માંટે હું તમાંરા લોકોનો જ ઉપયોગ કરીશ. આ ઘટના ભવિષ્યમાં બનશે કારણ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી.”

ગીતશાસ્ત્ર 38:4

મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે, ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.

નીતિવચનો 5:22

દુરાચારી તે તેમના પાપોમાં સપડાય છે અને તેમના પાપો તેમને દોરડાની જેમ જકડી રાખે છે.

યર્મિયાનો વિલાપ 1:14

“તેણે મારા પાપોનું પોટલું મારી ડોકે બાંધ્યું છે. મારી શકિત તેના ભારથી ખૂટી પડી છે,મને મારા શત્રુઓના હાથમાં સોંપી દેવામાં આવી છે જેની સામે જ્યાં હું ઉભી રહી શકતી નથી.”

આમોસ 9:1

મેં યહોવાને વેદી પાસે ઊભેલા જોયા, તેઓ બોલ્યા, “બુરજોની ટોચ પર એવો મારો ચલાવો કે મંદિર હલી ઊઠે અને તેના થાંભલાઓ તૂટી પડે અને સાથે તેની છત નીચે બેઠેલા લોકો પર તૂટી પડે. તેમનામાંથી જે બાકી રહ્યા હશે તેમને હું તરવારથી પૂરા કરીશ. કોઇ તેમાંથી છટકી જવા પામશે નહિ.

મીખાહ 6:11

ખોટા ત્રાજવાં અને ઠગારા કાટલાં વાપરનાર માણસને હું કેવી રીતે ઓળખું?

ઝખાર્યા 5:7

અને અચાનક ટોપલાં પરનું ભારે ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રીને મેં જોઇ!

માથ્થી 23:32

તેઓના પગલે ચાલીને અને તમારા બાપદાદાઓનાં પાપ પૂરા કરશો!

1 થેસ્સલોનિકીઓને 2:16

હા, તેઓ આપણને બિનયહૂદિઓને શિક્ષણ આપતા રોકવા માગે છે. અમે બિનયહૂદિઓને શિક્ષણ આપીએ છીએ, જેથી તેઓનું તારણ થઈ શકે. પરંતુ પેલા યહૂદિઓ તો તેઓનાં કરેલાં જ પાપમાં એક પછી એક પાપ ઉમેરતાં જાય છે. દેવનો કોપ હવે તેઓના પર છવાઈ ચૂક્યો છે.

Interlinear

Choose Theme