જો તે દીવાલ હોય તો, અમે તેને ચાંદીથી શણગારશું અને જો તે પ્રવેશદ્વાર હોય તો અમે તેને પાટીયા વડે ઢાંકીને મઢી દઇએ.”
Cross references
તેણે મંદિરની અંદરની દીવાલોને ભોંયતળિયાથી છત સુધી દેવદારના પાટિયાથી જડી દીધી હતી અને તેણે ચીડના લાકડાંથી મંદિરના ભોંયતળિયાને જડી દીધો હતો.
અમે તારા માટે રૂપું જડેલા સોનાના આભૂષણો બનાવડાવીશું .
ચપળ અને યુવાન છે મારો પ્રીતમ,’મૃગલા જેવો.’ જુઓ, હવે તો તે દીવાલની પાછળ ઊભો રહી, બારીઓમાંથી ડોકિયા કરે છે.
ઘણા સમયથી ખંડેર પડેલા તમારા નગરોને તમારાં સંતાનો ફરીથી બાંધશે, અને “ભીતો અને ધોરી માગોર્ને બાંધનારા લોકો” એવા નામથી તમે ઓળખાશો.
હું તમને કાંસાને બદલે સોનું અને લોખંડને બદલે ચાંદી તેમજ લાકડાને બદલે કાંસુ અને પથ્થરને બદલે લોઢું આપીશ. તારા પ્રશાસક શાંતિ અને ન્યાયપૂર્વક શાસન ચલાવે એમ હું કરીશ,
“પ્રાચીન ખંડેરોનો તેઓ જીણોર્દ્ધાર કરશે, અગાઉ ભોંયભેગા થઇ ગયેલાં મકાનોને ફરી ઊભા કરશે, પેઢીઓથી ઉજ્જડ પડી રહેલાં નગરોને નવેસરથી બાંધશે.
અને તેને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે. ‘આ રહ્યો એ માણસ જેનું નામ ‘શાખા’ છે. અને એ જ્યાં છે ત્યાં ફૂલશેફાલશે અને યહોવાનું મંદિર ફરી બંધાવશે.
હું તને કહું છું કે તું પિતર છે, આ ખડક પર હું મારી મંડળી બાંધીશ, અને તે મંડળીની સામે હાદેસની સત્તાનુંજોર ચાલશે નહિ.
જ્યારે પાઉલ અને બાર્નાબાસ આવ્યા, તેઓએ મંડળીને ભેગી કરી. પાઉલ અને બાર્નાબાસે દેવે તેમની સાથે કરેલી પ્રત્યેક બાબતો વિષે જણાવ્યું. તેઓએ કહ્યું, “દેવે દરવાજો ઉઘાડ્યો છે, તેથી બીજા રાષ્ટ્રોના લોક (બિનયહૂદિઓ) પણ વિશ્વાસ ધરાવે છે!”
‘હુ (દેવ) આ પછી પાછો આવીશ. હું દાઉદનું મકાન ફરીથી બાંધીશ. તે નીચે પડી ગયેલું છે. હું તેના મકાનના ભાગોને ફરીથી બાંધીશ. જે નીચે ખેંચી કાઢવામાં આવેલ છે. હું તે મકાન ફરીથી બાંધીશ.
એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો. આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો.બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે. પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ.
તમે વિશ્વાસીઓ, પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર કંડારી કાઢેલી આધારશીલા પર રચાયેલા દેવના આવાસ જેવા છો. ખ્રિસ્ત પોતે ખૂણાનો મુખ્ય પથ્થર છે.