Home Bibles સભાશિક્ષક 7:5 · ગુજરાતી બાઇબલ
સભાશિક્ષક 7:5 · ગુજરાતી બાઇબલ

તારું મસ્તક કામેર્લ પર્વત સમું છે. તારા કેશ ઘનઘોર ઘટાં જેવા છે. તારા વળાંકોમાં રાજા પોતે બંદીવાન બની ગયો છે.

Cross references

ઊત્પત્તિ 32:26

પછી તે વ્યકિતએ યાકૂબને કહ્યું, “પરોઢ થવા આવ્યું છે, એટલે મને છોડી દો.”પરંતુ યાકૂબે કહ્યું, “જયાં સુધી તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને છોડીશ નહિ.”

ગણના 21:26

હેશ્બોન અમોરીઓના રાજા સીહોનની રાજધાનીનું નગર હતું. અગાઉના મોઆબના રાજા સામે સીહોને યુદ્ધ કરીને આર્નોન સુધીનો તેનો બધો પ્રદેશ લઈ લીધો હતો.

ગીતશાસ્ત્ર 68:24

હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે! તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.

ગીતશાસ્ત્ર 87:2

યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.

સભાશિક્ષક 1:17

આપણા ઘરના ધાબાના મોભ એરેજ વૃક્ષો અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષોના બનેલા છે.

સભાશિક્ષક 4:1

તું કેવી સુંદર અને મનોહર છે; મારી પ્રિયતમા! તારા બુરખા પાછળ તારી કબૂતર જેવી આંખો છે; તારા ચહેરા પર લટકતી કેશની લટો જાણે ગિલયાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં બકરાંના ટોળા જેવા લાગે છે!

સભાશિક્ષક 4:4

શસ્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમા હજારો ઢાલો એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી છે, તેના જેવી છે ગરદન તારી.

સભાશિક્ષક 5:11

તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે, તેની લટો લહેરાતી અને કાગડાના રંગ જેવી કાળી છે.

યશાયા 35:2

તે ખીલશે અને તેને ફૂલો આવશે અને આનંદથી ભરેલી હશે અને ગુંજતી હશે. તેને લબાનોન પર્વતની સુંદર ભવ્યતા અને કામેર્લ પર્વત તથા શારોનની લીલીછમ ધરતીનો વૈભવ પ્રાપ્ત થશે; કારણ કે તેઓ યહોવાનો મહિમા, આપણા દેવની ભવ્યતા જોશે.

મીખાહ 7:14

હે યહોવા, આવો અને તમારા લોકો ઉપર અધિકાર ચલાવો, તમારા વારસાનાં ટોળાને દોરવણી આપો; તેઓને કામેર્લના જંગલમાં એકલા રહેવા દો. ભલે અગાઉના દિવસોની જેમ બાશાન અને ગિલયાદમાં તેઓ આનંદ પ્રમોદ કરે.

માથ્થી 18:20

કારણ કે મારા નામ પર બે અથવા ત્રણ શિષ્યો જ્યાં ભેગા થઈને મળશે તો હું પણ ત્યાં તેમની મધ્યે હોઈશ.”

માથ્થી 28:20

મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.” 

એફેસીઓને પત્ર 1:22

દેવે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના સાર્મથ્ય નીચે મૂકી, અને દેવે સર્વ પર તેને મંડળીના શિર તરીકે (અધિપતિ) નિર્માણ કર્યો.

એફેસીઓને પત્ર 4:15

ના! આપણે પ્રેમથી સત્ય બોલીશું. અને દરેક રીતે ખ્રિસ્ત જેવા બનવા આપણે વિકાસ કરીશું. ખ્રિસ્ત શિર છે અને આપણે શરીર છીએ.

કલોસ્સીઓને પત્ર 1:18

ખ્રિસ્ત તો શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ, એટલે મૂએલાંઓમાંથી પ્રથમ ઊઠેલો છે; કે જેથી સઘળામાં તે શ્રેષ્ઠ થાય.

કલોસ્સીઓને પત્ર 2:19

તે લોકો તેમની જાતને શિરનાં નિયંત્રણ હેઠળ રાખતા નથી. સમગ્ર શરીર ખ્રિસ્ત પર આધારિત હોય છે. ખ્રિસ્તને (શિર) લીધે જ શરીરનાં બધા જ અવયવો એકબીજાની દરકાર રાખે છે અને એકબીજાને મદદ કરે છે. આ શરીરને મજબૂત બનાવે છે. અને તેને સંગઠિત કરે છે. અને તેથી દેવ જે રીતે ઈચ્છે છે તે રીતે શરીર વિકાસ પામે છે.

પ્રકટીકરણ 1:14

તેનું માથું અને તેના કેશ ધોળા ઊનના જેવા, બરફ જેવા શ્વેત હતા. તેની આંખો અગ્નિની જવાળાઓ જેવી હતી.

Interlinear

Choose Theme